ખેડા : ડાકોરના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી તપાસ હાથ ધરી

0
15

નડિયાદ.  ખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસ કોન્સ્ટેબલ દિવ્યકાંત પરમારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક કોન્સ્ટેબલે પોલીસ લાઇનના કવાટર્સમાં સ્યુસાઈડનોટ લખી આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ચકચાર મચી છે. ડાકોર પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

એસપી સહિતના પોલીસકાફલો દોડી ગયો

મળતી માહિતી મુજબ ડાકોર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિવ્યકાંત પરમારે મોડી રાતે પોલીસલાઈનના ક્વાટર્સમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના મામલે જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તેમના ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જે પોલીસે કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here