ડાકોર : રણછોરડાયજીના સવારના વસ્ત્ર ધરાવવા માટે વસ્ત્રની નોંધણી ઓનલાઇન કરાઇ

0
6

ડાકોરમાં રણછોરડાયજીના સવારના વસ્ત્ર ધરાવવા માટે વસ્ત્રની નોંધણી ઓનલાઇન કરાઇ છે. મંદિરની વેબસાઇટ www.ranchhodraiji.org પર 25મી માર્ચ સવારે 8 થી નોંધણી કરી શકાશે. આ નોંધણી અંગેનો લાગો 5 હજાર ઓનલાઇન જમા કરાવવાનો રહેશે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયજી મહારાજના 1લી એપ્રિલ, 2021થી 31મી માર્ચ, 2022ના સમય દરમયાન સવારના વસ્ત્રો ધરાવવા માટેની ઓનલાઇન નોંધણી 25મી માર્ચ, 8 વાગેથી મંદિરની વેબસાઇટ પરથી થશે. જે અંગેની વિગતો શરતો, નિયમો તથા નોંધણી અંગેની વિગતવાર માહિતી ઉક્ત સાઇટ ઉપરથી વસ્ત્ર નોંધણી ઓપ્શનમાં તેની માહિતી મળી શકશે. વસ્ત્ર નોંધણી કેવી રીતે કરવી ? તે અંગે મંદિરના સત્તાધિશોએ જણાવ્યું હતું કે, વસ્તર નોંધણી માટે મંદિર વેબસાઇટમાં ગુગલ એકાઉન્ટથી લોગીન કરી શકાશે. લોગીન થયા બાદ વસ્ત્ર રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન કરવું. એક ગુગલ એકાઉન્ટથી ફક્ત એક જ વસ્તરની તારીખ નોંધાવી શકાશે. બાદમાં વસ્ત્ર રજીસ્ટ્રેશન ફોર્મમાં વિગતો જેવી કે નામ, એડ્રેસ, ગામ, તાલુકો, રાજ્ય, પીનકોડ, મોબાઇલ નંબર, આધાર નંબર ટાઇપ કરવાનું રહેશે. ખોટી વિગતો રજુ કરી હશે તો ફોર્મ રદ ગણવામાં આવશે.

ઓનલાઇન વસ્ત્ર નોંધણી માટે આટલી વિગતો સાથે રાખવી જરૂરી

  • ગુગલ એકાઉન્ટનો યુઝર નેમ તથા પાસવર્ડ
  • ઓનલાઇન પેમેન્ટ માટે ક્રેડિટ, ડેબીટ કાર્ડ, નેટબેકીંગ વિગેરે સાથે રાખવા જરૂરી છે.
  • આધારકાર્ડ, સરનામું, પીનકોડ નંબર, મોબાઇલ નંબર વિગેરે પ્રાથમિક માહિતી.
  • વસ્ત્ર ધરાવવા નક્કી કરેલી તારીખ નક્કી કરી હોય તેની વિગતો.
  • બેંક સાથે જોડેલો રજીસ્ટર્ડ કરેલો મોબાઇલ નંબર ઓટીપી માટે સાથે રાખવો જરૂરી છે.
  • એક ગુગલ એકાઉન્ટથી ફક્ત બે જ તારીખોની નોંધણી થઈ શકશે.
  • વસ્ત્ર નોંધણી અંગેનો લાગો રૂ.5 હજાર ઓનલાઇન ભરવાનો રહેશે.

ફાગણી પૂનમે ડાકોરમાં ખૂબ મોટો ઉત્સવ અને ખૂબ મોટો મેળો ભરાતો હોય છે. સરકારી તંત્ર પણ ખડે પગે હોય છે. પૂનમના આગલા દિવસથી પગપાળા આવતા યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા મીટીંગો પણ યોજવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે પૂનમના ત્રણ દિવસ મંદિર બંધ રહેશે. જેમાં ફાગણ સુદ અગિયારસ આમલી અગિયારસ તરીકે ઉજવાતી હોય છે. જેમાં ભગવાન ગજરાજ ઉપર સવાર થઈ અબીલ ગુલાલની છોળો વચ્ચે લાલબાગ જતા હોય છે. પરંતુ કોરોનાને લઇ આ ઉત્સવ પણ સાદી રીતે ઉજવાશે. એટલે કે ભગવાન ગજરાજ ઉપર નહીં, પરંતુ સાદી પાલખીમાં સવાર થઈ લાલબાગની જગ્યાએ લક્ષ્મીજીને મળશે. આમ તો શુક્રવાર અને અગિયારસના દિવસે ભગવાન લક્ષ્મીજીને મળવા અચૂક જતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here