Wednesday, April 17, 2024
Homeડાકોર : રણછોડરાયના દર્શનાર્થીઓ માટે દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
Array

ડાકોર : રણછોડરાયના દર્શનાર્થીઓ માટે દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

- Advertisement -

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા રાજા રણછોડના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી સંવત 2077 અષાઢ સુદ-15 એટલે કે તા.24 જુલાઈને શનિવારના રોજ ડાકોર રણછોડરાયજી મહારાજના દર્શનના સમયમાં સેવક આગેવાનો અને મેનેજર સાથે થયેલ ચર્ચા મુજબ સમયમાં ફેરફાર કર્યો છે.​​​

9 વાગ્યે આરતી થશે

બદલાયેલા સમય મુજબ સવારે 5 વાગ્યે નીજ મંદિર ખુલી 5.15 વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે. જોકે સમગ્ર દિવસ દરમિયાન એક પણ આરતીમાં વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રખાયો છે. પરોઢીયે 5.20 થી 8.30 દરમ્યાન વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. 8.30 થી 9 વાગ્યાના અરસામાં ઠાકોરજી બાલભોગ, શુંગાર ભોગ, ગોવાળ ભોગ, ત્રણેવ બોગ ટેરામા આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે. 9 વાગ્યે આરતી થશે, જેથી 9.05 થી 12 વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. 12.00 થી 12.30 દરમિયાન ઠાકોરજીના રાજભોગ તથા મહાભોગ આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે.

નિત્યાક્રમ અનુસાર સેવા પૂજા થશે

12.30 વાગ્યે મહાભોગ આરતી થશે. જે બાદ 12.35 થી 2 વાગ્યા દરમ્યાન મંદિર ખુલ્લા રહેશે. ત્યારબાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે. બપોરના 3.45 વાગ્યે નીજ મંદર ખુલી 4 વાગ્યે ઉથ્થાપન આરતી થશે. 4.05 વાગ્યે વૈષ્ણવો માટે દર્શન ખુલશે જે નિત્ય ક્રમાનુસાર સેવા-પૂજા થઇ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને મંદિર પ્રવેશ બંધ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular