Monday, December 5, 2022
Homeદેશનવરાત્રી દરમિયાન દલિતોને માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની મનાઈ ફરમાવી

નવરાત્રી દરમિયાન દલિતોને માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની મનાઈ ફરમાવી

- Advertisement -

દેશના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ નાત જાતના ભેદભાવના કિસ્સા બનતા રહે છે. તાજેતરમાં કર્ણાટકના એક ગામડામાં શોભાયાત્રા દરમિયાન મૂર્તિને સ્પર્શ કરવા બદલ યુવાનના પરિવારને 60000નો દંડ ગામના લોકોએ ફટકાર્યો હતો.હવે યુપીના એક ગામમાં દલિતોને નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિની સ્થાપના કરતા રોકવામાં આવ્યા છે. યુપીના મહોબા જિલ્લાના એક ગામમાં દલિતોને અન્ય લોકોએ આદેશ આપ્યો છે કે, નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિની સ્થાપના નહીં કરવી.એ પછી દલિતોએ તંત્ર સમક્ષ આ મામલે ફરિયાદ કરી છે.

ગામમાં આ બાબતને લઈને વિવાદ થયા બાદ ગામા સરપંચ ઉમા દેવીએ જ દલિતોની સાથે જઈને ઉચ્ચાધિકારીઓ સમક્ષ આ બાબતે રજૂઆત કરીને જાણકારી આપી હતી. અધિકારીઓએ જોકે હવે દલિતોને આશ્વાસન આપ્યુ છે કે, તમારે ચિંતા કરવાની જરુર  નથી. મૂર્તિ સ્થાપના કરવાની તમે તૈયારી કરો અને તંત્ર દ્વારા આ મામલામાં જે પણ દોષીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular