Wednesday, September 22, 2021
Homeનુકસાન : વજન ઘટાડવામાં મદદગાર હાઈ પ્રોટીન ડાયટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે...
Array

નુકસાન : વજન ઘટાડવામાં મદદગાર હાઈ પ્રોટીન ડાયટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, હૃદય રોગ થવાનું જોખમ વધી શકે છે

હેલ્થ ડેસ્કઃ આ વાત ઘણા અભ્યાસમાં સામે આવી ચૂકી છે કે વેટ લોસ અને મસલ્સ વધારવામાં પ્રોટીન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે મોટાભાગે ફિટનેસ ગોલ લઇને ચાલી રહેલા લોકો હાઈ પ્રોટીન ડાયટ ફોલો કરતા જોવા મળે છે. જો કે, આ પ્રકારનાં ડાયટને લઇને સતર્ક રહેવું પણ જરૂરી છે કારણ કે, તે સ્વાસ્થ્યનું ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આ સમસ્યા ઊભી થઈ શકે છે

  • શરીર માટે દરેક પ્રકારનાં પોષક તત્ત્વો મુખ્ય હોય છે. કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં કાર્બોહાઇડ્રેટ્સ લેવાની મનાઈ ફરમાવામાં આવી હોય છે, જે શરીરમાં ન્યુટ્રિશન અને ફાઇબરની ઉણપ ઊભી કરી શકે છે. તેનાથી વ્યક્તિને સતત માથામાં દુખાવો, પેટમાં દુખાવો, પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ અને શ્વાસમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા આવી શકે છે.
  • કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં મીટ અથવા ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોય છે. આ તમને હૃદય રોગો તરફ દોરી જાય છે.
  • હાઈ પ્રોટીન ડાયટ કિડની પર પણ ખરાબ અસર કરે છે. શરીરમાં પ્રોટીનનું મેટાબોલિઝમ વધવાના કારણે કિડનીને વેસ્ટ ફિલ્ટર કરવામાં સમસ્યા ઉદભવી શકે છે, જે આ અંગની સાથે શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • જો તમને પ્રોટીન પાવડર અથવા પ્રોટીનની બીજી કેટલીક પ્રોડક્ટમાં રહેલી કોઈ વસ્તુથી એલર્જી હોય તો હાઈ પ્રોટીન ડાયટ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.
  • કેટલાક લોકોનું શરીર પ્રોટીન પચાવી શકતું નથી. આ એક પ્રકારનું ફિઝિકલ ડિસઓર્ડર છે. જો આ વિશે વ્યક્તિને જાણ ન હોય અને તે સતત પ્રોટીનની વધુ માત્રા લેતી રહે તો તેનો જીવ પણ જઈ શકે છે.

શું કરવું?
હાઈ પ્રોટીનનું ડાયટ અથવા પોતાની ખાણી-પીણીની ટેવમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરો તો સૌપ્રથમ ડોક્ટરની સલાહ અવશ્ય લો. પ્રોટીનથી તમને કોઈ એલર્જી તો નથી તેનો પણ ટેસ્ટ કરાવી લો. જો અગાઉથી સાવધાની રાખી હશે તો હાઈ પ્રોટીન ડાયટથી શરીરને થતું નુકસાન અટકાવી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments