વડોદરા : ક્ષતિયુક્ત તપાસ કરનારા કરજણ PI ડાંગરવાલાને સસ્પેન્ડ કરાયા

0
18

વડોદરા: ક્ષતિયુક્ત તપાસ કરનારા કરજણના પીઆઇ જે.ડી.ડાંગરવાલાને સસ્પેન્ડ કરવાનો હુકમ રેન્જ આઇજીએ હુકમ કર્યો હતો.કરજણ પોલીસના પીઆઇ સસ્પેન્ડ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દોઢ માસ પહેલા રેન્જ આઇજી કરજણ પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝીટમાં ગયા હતા, જયાં તેમણે કેટલાક કેસોના કાગળો કબજે કર્યા હતા. તેમણે આ કેસોના કાગળોનો ઝીણવટભર્યો અભ્યાસ કરતાં પી.આઇ ડાંગરવાલાએ જે તપાસો કરી હતી તેમાં ક્ષતિ જણાઇ હતી. ક્ષતિયુકત તપાસો જણાતા તેમણે પીઆઇ જે.ડી.ડાંગરવાલાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેમના સ્થાને કરજણ પોલીસ સ્ટેશનનો હવાલો જિલ્લા એસઓજી પીઆઇ એ.એ.દેસાઇને સોંપવામાં આવ્યો હતો. કરજણના પીઆઇ ડાંગરવાલાને સસ્પેન્ડ કરાતા જીલ્લા પોલીસ વર્તુળોમાં ભારે ચકચાર મળી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here