રાજ્યમાં માવઠાથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સરવે કરાશે, રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો

0
10

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ ખેરગામ, ઉમરગામ, વાપી, ચીખલી, સુરત શહેર, વઘાઈ, જાફરબાદ, કામરેજ સહિતના તાલુકાઓમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ માવઠાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સરવે કરવામાં આવશે એવી જાહેરાત કરી છે.

માવઠાથી રવીપાકને ભારે નુકસાન
અમરેલીમાં જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા પણ ભીંજાયા હતા. આ વરસાદથી આ વિસ્તારના ચણા, જીરું, ડુંગળી, કપાસ, શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલમાં વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં પણ વરસાદને કારણે રવીપાકને ભારે નુકસાન થયું છે.

આંબા પર થતા ફ્લાવરિંગને અસર થશે
છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાયું છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડયો છે.જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેનાથી શિયાળુ પાકમાં રોગ જીજવાત આવાની શકયતા રહેશે અને આંબામાં મોર મોડા આવવાથી પાક પણ મોડો આવશે. જ્યારે ચણાના પાકને ઓછુ નુકશાન થશે. તેમ જુનાગઢ કૃષિ યુર્નિવર્સીટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર હાલમાં આંબામાં મોર બેસવાની પ્રક્રીયા ચાલતી હોય છે. જુનાગઢ પંથકમાં જે વરસાદ નોંધાયો છે તેનાથી સૌથી વધુ નુકશાન આંબાના પાકને જશે. કારણ કે અત્યારે આંબામાં ફલાવરિંગ એટલે કે મોર બેસવાનો સમય હોય છે.
જીરૂ,ધાણા, અને શિયાળુ પાકને નુકશાન જશે

જો હજી વધુ કમોસમી વરસાદ થશે તો જીરૂ,ધાણા, અને શિયાળુ પાકને નુકશાન જશે. જો વાતાવરણ આજથી સ્વચ્છ થઈ જશે તો કોઈ વાંધો નહિ આવે પરંતુ આવુને આવુ વાતાવરણ રહેશે તો જીવાત આવશે. કેવા પ્રકારની આવી શકે કેટલી આવી શકે તેનું અનુમાન કાઢવુ અત્યારે મુશ્કેલ છે.પાકનો બધો આધાર વાતાવરણ પર રહેલો છે.જ્યારે ચણાના પાકમાં કોઈ નુકશાન નહિ થાય. તરધડિયા કૃષિ યુર્નિવર્સીટીના વૈજ્ઞાનિક ડો.ડી.એસ. હિરપરા જણાવે છે કે શિયાળુ પાકને વરસાદી પાણી અડે તો પાકની વૃધ્ધી અટકી જાય.કોઈ પણ પાકમાં જમીન,પાણી અને વાતાવરણ એ 80 ટકા મહત્વના હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here