જિનપિંગ બાદ દાંડિયા રમશે ટ્રમ્પ, ગુજરાતની યાદી રૂપે અપાશે આ વસ્તુ

0
19
dnaindia.com

અમદાવાદના સાબરમતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે બેસીને હિંડોળા પર ઝુલી રહ્યા છે. એ ફોટો વૈશ્વિક સ્તરે છવાઈ ગયો હતો. પણ હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સાથે દાંડિયા રમે એવું આયોજન છે. રાજ્ય સરકારના અઘિકારીઓના વર્તુળમાંથી જાણવા મળ્યું હતું કે, ટ્ર્મ્પ અને વડાપ્રધાન મોદીની મુલાકાત એક આઈકોન ઈવેન્ટ બની રહે એ માટેનું આયોજન થઈ રહ્યું છે.

ગુજરાતી કલાકારો આ પ્રસંગે ગરબા કરે ત્યારે મોદી અને ટ્રમ્પ પ્રતિકાત્મક રીતે રાસ રમે તે જોવું ખૂબ આકર્ષક રહેશે. ટ્રમ્પના પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ રાજ્ય સરકાર તરફથી ગુજરાતી સંસ્કૃતિ અને કલાકારોના નમૂના રૂપે કેટલીક ભેગ સોગાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણના પટોળા અને જામનગરની બાંધણીનો સ્કાર્ફ તથા કચ્છી રૂમાલની ભેટ આપવામાં આવશે. આ સાથે ભાતીગળ ભરતકામથી સજ્જ એક જેકેટ તથા બીજી કેટલીક ભેગ સોગાત ગુજરાતની યાદગીરી રૂપે આપવામાં આવશે. કેમ છો ટ્રમ્પ? કાર્યક્રમમાં નાની-મોટી 2000 બસના માધ્યમથી મહેમાનોનો કાફલો સ્ટેડિમ પહોંચશે.

ટ્રાફિકમાં અડચણ ન થાય અને સુરક્ષાના હેતુસર સ્ટેડિયમ સુધીના રોડ પર બીજા કોઈ વાહનોને પ્રવેશવા દેવામાં નહીં આવે. તમામ મહેમાનોનું સિક્યુરિટી ચેક થયા બાદ બસમાં બેસાડવામાં આવશે. રાજ્યની સરકારે આ કાર્યક્રમ માટે 2000 ખાનગી બસ ભાડા પેટે લીધી છે. આ ઉપરાંત અમદાવાદમાં મોદી અને ટ્રમ્પનો 13 કિમી લાંબો રોડ શૉ પણ યોજાશે. બંને દેશના મોટા નેતા સૌ પ્રથમ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ જશે. ત્યાર બાદ એ જ રૂટ પર એરપોર્ટ સર્કલ થઈને ઈન્દિરા બ્રીજ વાળા રસ્તેથી કોટેશ્વર મહાદેવ વાળા રસ્તે મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમની આસપાસના ત્રણ કિમીના વિસ્તારમાં પાર્કિગ ઝોન ઊભું કરવામાં આવ્યું છે.