જોખમી સાહસ : સિદ્ધપુરની નદીના ધસમસતા પ્રવાહમાં બાઈક સવાર ફસાયો

0
0

સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડીયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્યારે આ પ્રવાહમાં એક બાઇક ચાલક અંદરથી પસાર થવા જતા અંદર ફસાઈ ગયો હતો. સદનસીબે બાઇક પડતું મૂકી બહાર આવી જતા તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાસ્પદ બન્યું હતું.

યુવકને પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં છોડી દેવું પડ્યું
​​​​​​​સિદ્ધપુરના ખડીયાસણ-ડુંગરીયાસણ પાસે મોહિની નદીમાં એક બાઈક ચાલક ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેનું બાઈક ફસાઈ જતા આ યુવકે બાઈકને બચાવવા ઘણી જ કોશિશ કરી પરંતુ પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં છોડી દેવું પડ્યું હતું. જોકે, પાણીના વહેણમાં તણાવાની કે ડૂબવાની પણ શક્યતાને લઈને તંત્ર એલર્ટ બની પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યો છે. આ વીડિયો સોમવારે થયેલા ભારે વરસાદ બાદની સ્થિતિનો છે જેમાં એક વ્યકિત પાણીના ઘસમસતા પ્રવાહમાં પોતાની બાઇકને બચાવવા જીવને પણ જોખમમા મુકી રહ્યો છે.

યુવકે બાઇકને બચાવવા જીવ જોખમમાં મૂક્યો
યુવકે બાઇકને બચાવવા જીવ જોખમમાં મૂક્યો

સમગ્ર જિલ્લામાં મેહુલિયાની તોફાની બેટિંગ​​​​​​​
​​​​​​​મહત્વનું છે કે, પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં રવીવાર મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા અને અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. મેહુલિયાએ તોફાની બેટિંગ કરતાં રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો હતો અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here