દાંતા તાલુકા માં આજે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. વરસાદ ખેંચતા વેપારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ છે. આજે વેપારીઓ બંધ પાળી માં અંબાને આરાધના કરી રહ્યા છે કે વરસાદ વહેલી તકે આવે તો જગતની પીડા દૂર થાય.
આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નહિવત છે. વરસાદ ખેંચતા ખેડૂતો અને સ્થાનિક લોકો ત્રાહિમામ છે. વરસાદ ખેંચતા આજે દાંતા ગ્રામપંચાયત દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે દાંતામાં વેપારીઓ સજ્જડ બંધ પાળ્યો છે. આજે તમામ દુકાનો બંધ છે. વેપારીઓ પોતાના ધંધા રોજગાર થી અળગા રહ્યા છે. વેપારીઓ જગતજનની માં અંબાને પ્રાર્થના કરી રહ્યા છે કે હે માં વરસાદના વધામણાં કરો. ખેડૂતો અને સ્થાનિક લોકો ત્રાહિમામ છે.
આજે વેપારીઓ પોતાના સમયમાં જંગલમાં જઈ વન ભોજન કરે તે માટે પણ કહેવામાં આવ્યું છે. વરસાદ ન આવે તો ભયંકર પરિસ્થિતિ સર્જાય તેમ છે. ત્યારે દાંતામાં રહેતા વેપારીઓ આજે વરસાદ આવે તે માટે બંધ પાળી માં અંબાને પ્રાર્થના કરી રહ્યા છે
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા ( અંબાજી )