દાંતીવાડાઃ દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં બુધવારે પ્રેમી પંખીડા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી.ઘટનાની જાણ ગામલોકોને થતાં ગામલોકોએ 108ને જાણ કરી હતી.અને બંનેને તાત્કાલીક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં.જ્યાં હાલ બન્નેની સારવાર ચાલી રહી છે.
દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમા રહેતો વિનોદ કાંતિભાઈ મકવાણા( ઉ.વ-27) અને ભાંડલી કોઠા ગામે રહેતી પિંકી મફાભાઈ ડોડીયા( ઉ.વ-19)ના પ્રેમનો તેમના પરિવારના લોકોએ સ્વીકાર ન કરતા રવિવારે પ્રેમી યુગલ ઘર છોડી ભાગ્યા હતા.અને પોશીના પહોચી સોમવારે મંદિરમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તે બાદ બંને લોકો ધાનેરી ખાતે પરત ફર્યા પરંતુ પરીવારના લોકો સ્વીકારશે નહી તે ચિંતામાં મંગળવારે રાત્રે ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં ઝેરી દવા ગટગટાવી હતી. સવારે બંને બેહોશ હાલતમાં મળી આવતાં ગ્રામજએ ઘટનાની જાણ પોલીસ તેમજ 108ને કરી હતી.ત્યારે 108 દ્વારા બેહોશ હાલતમા પ્રેમી યુગલને સારવાર અર્થે પાલનપુરની સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં બંને જીવન મરણ વચ્ચે ઝાંલાં ખાઈ રહ્યા છે.