હળવદ : દરબારનાકે ગંદકીથી રોગચાળાની દહેશત.

0
5
હળવદના દરબારનાકે અતિશય ગંદકી જોવા મળે છે જે મામલે અનેક વખત રજૂઆત કરી છે છતાં પરિણામ શૂન્ય છે અહી ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે જેથી લોકોના આરોગ્ય જોખમાય રહ્યા છે હાલ કોરોના મહામારીને પગલે આમેય નાગરિકો ભયના ઓઠા હેઠળ જોવા મળે છે તેમાં ગંદકીને પગલે રોગચાળો વધુ વકરે તેવો ભય રહીશોને સતાવી રહ્યો છે નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી લાઈટ,સફાઈ અને રસ્તાઓની સુવિધા કથળી છે તો ગંદકીથી પણ હળવદના લત્તાવાસીઓ પરેશાન જોવા મળે છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી