ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા અને આધાર-પાન લિન્ક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવાઈ,

0
16

નવી દિલ્હી: કોરોનાવાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. સરકારે લોકડાઉનના કારણે સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગોને રાહત આપવા માટેની યોજના પર કામ શરૂ કર્યું છે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓ સાથે વાત પણ કરી છે. બાદમાં તેમણે મીડિયા સાથે વાત કરી. સીતારમણે કહ્યું કે આર્થિક પેકેજ પર નાણાં મંત્રાલય કામ કરી રહ્યું છે અને તેની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. નાણાં મંત્રાલયએ આઈટીઆર રિટર્ન ભરવાની તારીખને 30 જૂન સુધી વધારી દીધી છે.

રાહત માટે સરકારની જાહેરાત

  • TDS મોડો ચુકવવા પર ભરવું પડતું વ્યાજ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યું છે
  • નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે.
  • વિવાદથી વિશ્વાસ સ્કીમની મુદત પણ 30 જૂન સુધી લંબાવાઈ છે. આધાર અને પાન લીન્ક કરવાની તારીખને પણ વધારવામાં આવી છે.
  • 5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર વાળી કંપનીઓને લેટ જીએસટી ફાઈલ કરવા પર કોઈ વ્યાજ, પેનલ્ટી અને લેટ ફી લાગશે નહિ. માર્ચ-એપ્રિલ-મેમાં ફાઈલિંગની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી.
  • એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ કરનારાઓને પણ રાહત, કસ્ટમ ક્લિયરન્સ હવે 30 જૂન સુધી જરૂરી સેવાઓમાં સામેલ. 24 કલાક કામ કરીશું.
  • આ વર્ષે કંપનીઓના ડાયરેક્ટરોને 182 દિવસ દેશમાં રહેવાની અનિવાર્યતામાંથી રાહત આપવામાં આવી છે.
  • એક કરોડથી ઓછાનો કારોબાર કરનારી કંપનીઓની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ટ્વિટ કરીને નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફોરન્સની માહિતી આપી

કોરોનાવાઈરસ ફેલાવવાના કારણે થતા નુકસાનની ભરપાઈ રોકવા માટે સરકાર એક આર્થિક પેકેજ લાવવાની યોજના બનાવી રહી છે. નાણં મંત્રીએ એક ટ્વીટમાં પેકજ તરફ સંકેત આપ્યો હતો. નાણાંમંત્રીએ કહ્યું વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા તે નિયમો પર પ્રેસ કોન્ફોરન્સ કરશે. કોરોનાવાઈરસ ફેલાતા પહેલા દેશની અર્થવ્યવસ્થા સુસ્તીમાં જઈ ચુકી હતી. કોવિડ 19 ફેલાયા બાદ અર્થવ્યવસ્થાની સામે મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. નાણાં મંત્રાલય અને આરબીઆઈ લિક્વિડિટી વધારવા માટે ઘણાં પગલાઓ ભરી રહ્યાં છે. સંક્રમણ વધવાને કારણે દેશના લગભગ તમામ રાજ્યોમાં લોક ડાઉન લાગી ચુક્યુ છે અને કેટલાક રાજ્યોમાં કર્ફ્યુ પણ લાગ્યો છે. આ કારણે ઈન્ડસ્ટ્રીની ઉપર ખરાબ અસર પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here