અપગ્રેડ : ડેટ્સન Go અને Go+ મોડેલને BS6 વર્ઝનમાં લોન્ચ કરશે, કારની એવરેજ લિટર દીઠ 19.02 કિમી રહેશે

0
4

દિલ્હી. દેશમાં 1 એપ્રિલથી નવા BS6 એમિશન નોર્મ્સ લાગુ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં જ ઓટોમોબાઇલ કંપની ડેટ્સને તેની નવી કાર્સ Go અને Go+ને તેની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કરી છે. જો કે, આ કાર લોન્ચ થાય એ પહેલાં આ કાર સંબંધિત કેટલાક ફીચર્સ અને તેની એવરેજની જાણકારી સામે આવી છે. કંપનીએ આ કારનું એન્જિન BS6માં અપગ્રેડ કરી દીધું છે.

એન્જિન ડિટેલ્સ

ડેટ્સન Go અને Go+માં કંપનીએ 3 સિલિન્ડરયુક્ત 1.2 લિટરની કેપેસિટીનું પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 68hp પાવર અને 104Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ સામેલ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર, આ કારનું મેન્યુઅલ વેરિઅન્ટ લિટર દીઠ 19.02 કિમી અને ઓટોમેટિક વેરિઅન્ટ 19.59 કિમીની એવરેજ આપશે. આ એવરેજ ઓટોમેટિક રિસર્ચ સોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા પ્રમાણિત છે.

BS4 કરતાં એવરેજમાં બહુ ઓછો ઘટાડો

આ કાર્સના ઓટોમેટિક વર્ઝનમાં પણ કંપનીએ 1.2 લિટરની કેપેસિટીનું જ પેટ્રોલ એન્જિન આપ્યું છે. પરંતુ તેને અલગ રીતે ટ્યૂન કરવામાં આવ્યું છે જેથી આ એન્જિન 77hp પાવર જનરેટ કરશે. જો કે, તેના ટોર્કમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જો કે, BS4 મોડેલ કરતાં આ કાર્સની એવરેજમાં બહુ ઓછો ઘટાડો જોવા મળ્યો છે.

કિંમત વધશે

આ કાર કુલ 5 વેરિઅન્ટમાં આવશે. કંપની ટૂંક સમયમાં જ આ કારની કિંમતનો ખુલાસો કરશે. નિષ્ણાતોનું માનવું છે કે, નવા BS6 એન્જિન પછી આ કારની કિંમતમાં થોડો વધારો જોવા મળી શકે છે. આ કારમાં ABS, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, ડ્યુઅલ એરબેગ અને પાર્કિંગ સેન્સર્સ જેવાં બેઝિક ફીચર્સ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here