Friday, March 29, 2024
HomeDatsunની કારો પર મળી રહ્યું છે 55,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, આ મહિને ચાલી...
Array

Datsunની કારો પર મળી રહ્યું છે 55,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, આ મહિને ચાલી રહી છે કેશબૅક ઓફર

- Advertisement -

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે પણ ઓછા બજેટમાં, તો જાપાનની Nissan Motors તેની કાર Datsun પર મોટી ઓફરો આપી રહી છે. આ ઓફર્સ હેઠળ, ઓગસ્ટમાં, જે ગ્રાહકો કંપનીની કારની ટેસ્ટ ડ્રાઇવ લેશે અને ફીડબેક પછી તે જ મહિનામાં કાર બુક કરશે, તો તેમાંથી એક નસીબદાર ખરીદનારને કાર ખરીદવા પર 100% સુધીની કેશબેક મળશે. કંપની સપ્ટેમ્બરમાં વિજેતાને કેશબેક આપશે. જુલાઈમાં ડેટસનની કાર પર કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નહોતું, પરંતુ ઓગસ્ટમાં કંપની કેશ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ તમામ ઓફર ફક્ત 31 ઓગસ્ટ સુધી છે, તો ચાલો જાણીએ Datsunની કંઈ કાર કર મળે છે કેટલું ડિસ્કાઉન્ટ.

Datsun Go Plus પર ડિસ્કાઉન્ટ

Datsun Go Plus એક MPV છે, જો તમે આ મહિને તેને ખરીદો તો કંપની 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ MPV કાર પર કંપની 15,000 રૂપિયાની કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે તમારી જૂની કારની આપ-લે કરો છો તો તમને 20,000 રૂપિયાની વધારાની છૂટ મળશે. આ સિવાય કંપની 10,000 રૂપિયાના રોયલ્ટી બોનસ (Royalty Bonus)પણ આપી રહી છે. આ બધા સિવાય કંપની આ કાર પર 5000 રૂપિયાનો મેડિકલ પ્રોફેશનલ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Datsun Go પર ડિસ્કાઉન્ટ

કંપની તેની Datsun Goને ઓગષ્ટમાં ખરીદવા પર આકર્ષક બેનિફિટ્સ આપી રહી છે. ઓગષ્ટમાં કંપની આ કાર પ 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ઓફર હેઠળ 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું લોયલ્ટી ડિસ્કાઉન્ટ મળશે. તેના સિવાય આ કાર પર 5000 રૂપિયાનું મેડિકલ પ્રોફેશનલ્સ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યુ છે.

Datsun redi-Go પર ડિસ્કાઉન્ટ

કંપની પોતાની એન્ટ્રી લેવલની હેચબેક (Entry level Hatchback) કાર Datsun redi-Go પર 30,000 રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. તેમાં 1500 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું લોયલ્ટી ડિસ્કાઉન્ટ છે. તેની ઉપર પણ 5000 રૂપિયાનું મેડિકલ પ્રોફેશનલ્સ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

Nissan Kicks પર ડિસ્કાઉન્ટ

તેના સિવાય જો તમે Nissan Kicksને બુક કરો છો. તો તમને 65,000 રૂપિયા સુધીનું ભારે ભરખમ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે, તેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ અને રોયલ્ટી ડિસ્કાઉન્ટ સામેલ છે. નિસાને હાલમાં જ Kicksને નવા એન્જીનની સાથે ઉતારી છે. તેમાં નવું ટર્બો એન્જીન CVT આપવામાં આવ્યુ છે. તેની શરૂઆતની કિંમત 9.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular