રિપોર્ટ્સ : ‘ડોંગરી ટુ દુબઇ’ પર આધારિત વેબ સિરીઝમાં દાઉદ ઇબ્રાહિમના પિતાનો રોલ કેકે મેનન નિભાવી શકે છે

0
36

બોલિવૂડ ડેસ્ક: હુસૈન ઝૈદીની બુક ‘ડોંગરી ટુ દુબઇ’ પર વેબ સિરીઝ બનવાની છે જેમાં કેકે મેનન દાઉદના પિતાનો રોલ નિભાવે શકે છે. હાલ સિરીઝની કાસ્ટ માટે વર્કશોપ્સ કરવામાં આવી રહ્યા છે અને તેનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે. ફરહાન ખાન અને રિતેશ સિધવાની મળીને આ સિરીઝને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સ કેરેક્ટરમાં નાજુકતા લાવવા ઇચ્છતા હતા માટે તે મેનનને કાસ્ટ કરવા પર વિચાર કરી રહ્યા છે. સિરીઝમાં દસ એપિસોડ હશે. કેકે મેનને વર્ષ 2007માં આવેલ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં ડીસીપી રાકેશ મારિયાનો રોલ નિભાવ્યો હતો. આ સિવાય તેણે ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’, ‘હૈદર’ જેવી ફિલ્મોમાં મહત્ત્વના રોલ નિભાવ્યા છે.

સ્ટોરીમાં 60ના દશકથી લઈને 93ના દશક સુધીનો સફર બતાવવામાં આવશે જેમાં ત્યારના મુંબઈ ખાસકરીને ડોંગરી, ફોર્ટ, મસ્જિદ બંદર રોડ, બોરા બજાર જેવા લોકેશન્સને રીક્રીએટ કરવામાં આવશે. સૂત્રોએ બજેટને લઈને એટલું જણાવ્યું કે આ સિરીઝનું બજેટ ઘણું મોટું છે. એમેઝોન આ સિરીઝને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ પાસે બનાવડાવી રહ્યું છે. તેની ‘ઇનસાઇડ એજ’ અને ‘મિર્ઝાપુર’ સિરીઝનો પણ બિગ બજેટ રાખવામાં આવ્યું હતું.

આ વેબ સિરીઝમાં મુંબઈ માફિયાના મોટા નામ જેવા હાજી મસ્તાન, કરીમ લાલ, દાઉદ ઇબ્રાહિમ, અબુ સલેમ, છોટા રાજન, વર્ધરાજન મુદલિયાર વગેરેની માહિતી આપવામાં આવી છે. ‘ડોંગરી ટુ દુબઇ’ પત્રકાર હુસૈન ઝૈદીની બુક છે જેમાં 6 દશકના મુંબઈ માફિયાના નામ છે. બુકમાં નાના ગુંડાથી માફિયા સુધીનો સફર બતાવવામાં આવ્યો છે. 408 જેટલા પેજની આ બુક 2012માં પબ્લિશ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here