ડેવિડ વોર્નરે તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ, પર્થ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ

0
31

ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ મેચમાં ૭૦૦૦ રન પુરા કરી લીધા છે. ડેવિડ વોર્નરે ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી દિવસ-રાતની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. ડેવિડ વોર્નરે ૮૨ મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તે ૭૦૦૦ અથવા તેનાથી વધુ રન બનાવનાર ૧૨ માં ઓસ્ટ્રેલીયન બેટ્સમેન છે.

ડેવિડ વોર્નરે ૧૫૧ ઇનિંગમાં સાત વખત અણનમ રહેતા ૪૮.૬૫ ની એવરજથી ૭૦૦૦ રન બનાવ્યા છે. તેમના નામે ૨૩ સદી અને ૩૦ અડધી સદી છે. ડેવિડ વોર્નરનો સર્વોચ્ય વ્યક્તિગત સ્કોર અણનમ ૩૩૫ રન છે, જે તેમને ગયા મહીને પાકિસ્તાન સામે બનાવ્યા હતા. રિકી પોન્ટિંગે ૧૬૮ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ૧૩,૩૭૮ રન બનાવ્યા છે. ત્યાર બાદ એલેન બોર્ડર (૧૧,૧૭૪) અને સ્ટીવ વો (૧૦,૯૨૭) નું સ્થાન છે.

માઈકલ ક્લાર્ક (૮૬૪૩), મેથ્યુ હેડન (૮૬૨૫), માર્ક વો (૮૦૨૯), જસ્ટીન લેન્ગર (૭૬૯૬), માર્ક ટેલર (૭૫૨૫), ડેવિડ બુન (૭૪૨૨), ગ્રેગ ચેપલ (૭૧૧૦), સ્ટીવન સ્મિથ (૭૦૫૬) રન બનાવ્યા છે. ડેવિડ વોર્નરે ૭૦૦૦ રનના આંકડાને પ્રાપ્ત કરવા માટે ૧૫૧ ઇનિંગ રમી છે.

જ્યારે, આ વર્ષે ૩૦ નવેમ્બરના સ્ટીવન સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૭૦૦૦ રન પુરા કરનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બન્યા હતા. તેમને ૧૨૬ મી ઇનિંગમાં આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તેની સાથે સ્ટીવન સ્મિથે ઇંગ્લેન્ડના વેલી હામંડની ૧૩૧ ઇનિંગમાં ૭૦૦૦ રન પુરા કરવાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ૧૩૪ મી ઇનિંગ અને સચિન તેંડુલકરે ૧૩૬ મી ઇનિંગમાં આ સિદ્ધી પ્રાપ્ત કરી લીધી હતી.

સૌથી ઝડપી ૭૦૦૦ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન

૧૨૬ ઇનિંગ – સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા)

૧૩૧ ઇનિંગ – વેલી હામંડ (ઇંગ્લેન્ડ)

૧૩૪ ઇનિંગ – વીરેન્દ્ર સહેવાગ (ભારત)

૧૩૬ ઇનિંગ – સચિન તેંડુલકર (ભારત)

૧૩૮ ઇનિંગ – સર ગૈરી સોબર્સ (વેસ્ટ ઇન્ડીઝ),મ કુમાર સંગાકારા (શ્રીલંકા), વિરાટ કોહલી (ભારત)

૧૪૦ ઇનિંગ – સુનીલ ગાવસ્કર (ભારત), વિવિયન રિચર્ડસ (વેસ્ટ ઇન્ડીઝ)

૧૫૧ ઇનિંગ – ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here