Thursday, August 5, 2021
No menu items!
HomeIND Vs AUS ટેસ્ટ સીરિઝ : ડેવિડ વોર્નર ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી...
Array

IND Vs AUS ટેસ્ટ સીરિઝ : ડેવિડ વોર્નર ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર, ચીફ કોચે કહ્યું- બીજી ટેસ્ટ સુધીમાં ફિટ થઇ જશે તેવી આશા

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ અંગે પુષ્ટિ કરી છે. વોર્નર બીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી ત્રીજી વનડે અને T-20 સીરિઝ રમી શક્યો નહોતો.

ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 17 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે પિન્ક બોલથી રમવામાં આવશે. ડાબોડી બેટ્સમેન વોર્નર સિડનીમાં સારવાર કરાવશે. ટીમના અન્ય ખેલાડીઓ એડિલેડ જવા રવાના થશે.

વોર્નરે કહ્યુ- પહેલાથી સારું અનુભવી રહ્યો છું

ઇન્જરી અંગે વોર્નરે કહ્યુ કે. “હું પહેલાથી સારું અનુભવી રહ્યો છું. હું સિડનીમાં રહીને જ મારી ફિટનેસ ટેસ્ટ પર કામ કરવા માગુ છું. હું ઇચ્છુ છું કે ટેસ્ટ મેચ માટે સંપૂર્ણપણે ફિટ થઇ જાઉં. મને રનિંગ કરવામાં તકલીફ થઇ રહી છે. જોકે, 10 દિવસમાં તેમાં ઘણો સુધારો થયો છે.

ટીમના ચીફ કોચ જસ્ટિન લેન્ગરે કહ્યુ, “વોર્નરની ઇજામાં સુધારો થઇ રહ્યો છે. અમને આશા છે કે, તે બીજી મેચ પહેલા ફિટ થઇ જશે. બીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાશે.

વનડે સીરિઝ ઓસ્ટ્રેલિયા અને T-20 સીરિઝ ઇન્ડિયા-Aએ જીતી

ટેસ્ટ મેચ પહેલાં ત્રણ મેચોની વનડે સીરિઝ ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીતી. જ્યારે T-20 સીરિઝ ભારતે 2-1થી જીતી.

ટેસ્ટ સીરિઝનો શેડ્યૂલ:

મેચ તારીખ સ્થળ
1st Test (ડે-નાઈટ) 17-21 ડિસેમ્બર એડિલેડ
2nd Test 26-30 ડિસેમ્બર મેલબોર્ન
3rd Test 07-11 જાન્યુઆરી સિડની
4th Test 15-19 જાન્યુઆરી બ્રિસ્બેન
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments