બે નંબરના કરોડો રૂપિયાને પાકિસ્તાનમાં આ રીતે વ્હાઈટ કરી રહ્યો છે દાઉદ ઈબ્રાહિમ

0
27

ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની દુનિયાભરમાં ભલે સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હોય. પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે અપરાધની દુનિયાની કાળી કમાણી પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાનું ચાલું રાખ્યું છે. આ નિવેશ વિવિધ કંપનીઓ મારફતે પાકિસ્તાન સ્કોટ એક્સચેન્જ હેઠળ આવતી તમામ ત્રણ એક્સચેન્જોમાં કરવામાં આવી રહ્યું છે. ભારતીય એજન્સીઓ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે. નશીલા પદાર્થોની તસ્કરી, હથિયારોની તસ્કરી, બનાવટી નોટો અને હપ્તા વસૂલી દ્વારા દાઉદ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

લંડનની જેલમાં બંધ ડી કંપનીના સંદિગ્ધ ઝાબિર મોતી અંદાજે આવી પાંચ કંપનીઓ ચલાવે છે. આ તમામ કંપનીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં 2016માં વિલય કરનાર કરાચી સ્ટોક એક્સચેન્જથી ચાલે છે. આ ઉપરાંત દાઉદ ફરજી કંપનીઓ દ્વારા હબીબ બેન્કની સહયોગી અને પાકિસ્તાનની ટોપની ઈક્વિટી બ્રોકરેજ કંપની હબીબ મેટ્રોપોલિટન સર્વિસીસમાં પણ ભારે રોકાણ કરી રહ્યો છે.

ખૂફિયા રિપોર્ટ્સ અનુસાર, હબીબ બેંક સાથે દાઉદનો પરિચય પૂર્વ ક્રિકેટર અને હબીબ બેંકના પૂર્વ વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા દાઉદની પુત્રી મેહરીન ઈબ્રાહિમના સસરાં જાવેદ મિયાંદાદે કરાવ્યો હતો. 2017માં અમેરિકાએ હબીબ બેંક ઉપર આતંકવાદ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

2021માં દાઉદ ઈબ્રાહિમ કરાચી સ્ટોક એક્સચેન્જના તત્કાલીન નિર્દેશન ઝફ મોતીના પારિવારિક સભ્ય અને ડી કંપનીના કુખ્યાત ઝાબિર મોતીના માધ્યમથી તેના સંપર્કમાં આવ્યો હતો. સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે એફબીઆઈની સુચના પર ઝાબિર મોતીને લંડન સ્થિત એક હોટેલમાંથી ઝડપી પાડ્યો હતો. ઝાબિર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં આવેલી એક કંપનીનો નિર્દેશક છે. તો તેની પત્ની પણ અન્ય એક કંપનીની ડિરેક્ટર છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, દાઉદ ઈબ્રાહિમ પોતાના સહયોગી ઝાબિર મોતીના માધ્યમથી પાકિસ્તાની શેર બજારમાં રોકાણ કરેલ અવૈધ નાણું મળી જાય તો, પાકિસ્તાનની આતંકવાદ પર બેવડી નીતિ અને તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના આંતરરાષ્ટ્રીય ગુનેગારો સાથેના સંબંધનો ખુલાસો કરી થઈ શકે છે.

ભારતીય એજન્સીઓ લંડનમાં પણ વેસ્ટમિંસ્ટર કોર્ટમાં ઝાબિરના કેસ પર નજર રાખી રહી છે. એફબીઆઈએ કોર્ટમાં ખુલાસો કર્યો કે, પાકિસ્તાની નાગરિક ઝાબિર ડી કંપનીનો ઉચ્ચ પ્રતિનિધિ છે, અને તે સીધો જ દાઉદને રિપોર્ટ કરે છે. તો લંડન સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગ આ કેસને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. કેમ કે, આ મામલાની સુનાવણીથી પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ અને ડી કંપનીના સંગઠિત અપરાધ અને આતંકવાદ અભિયાનો વચ્ચેના સંબંધનો ખુલાસો થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here