Monday, January 24, 2022
Homeસુરત : સિવિલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના માટે હોસ્પિટલ કાર્યરત કરવા દિવસ-રાત દોડધામ
Array

સુરત : સિવિલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના માટે હોસ્પિટલ કાર્યરત કરવા દિવસ-રાત દોડધામ

સુરતઃ સિવિલના સ્ટેમસેલ હોસ્પિટલના બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ માટે અલગ 200 બેડની હોસ્પિટલ કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત દોડધામ કરવામાં આવી રહી છે. સ્ટેમસેલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરને સાફ સફાઈ કરી લગભગ બન્ને ફ્લોર પર ઇલેક્ટ્રિક કામગીરી પૂર્ણ કરી દેવાય છે. પહેલા માળે દર્દીઓને રાખવામાં 18 વોર્ડ અને બે હોલ તૈયાર થઈ ચૂક્યા છે. વહીવટી તંત્રએ 500 ગાદલા અને લગભગ 100 નવા બેડ પણ ખરીદી લીધા છે. એટલું જ નહીં પણ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાંથી 50 જેટલા બેડનો પણ ઉપયોગ કરાયો છે. હોસ્પિટલના સિનિયર ડોક્ટરો સતત આ બિલ્ડિંગ પર મોનીટરીંગ પણ કરી રહ્યા છે.

દવા સહિતનો જથ્થો આવી ગયો

બિલ્ડિંગની સફાઈથી માંડીને ઓક્સિજન અને આઇસીયુ માટેની પાઈપલાઈનની તેમજ જરૂરી કન્સટ્રક્શનની કામગીરી જોરમાં ચાલી રહી છે. બુધવાર સુધીમાં આ હોસ્પિટલ કાર્યરત થઈ જાય તેવા પૂરજોશમાં પ્રયત્નો થઈ રહ્યા છે. નવસારી, વ્યારા, સહિત ના જીલ્લાઓ માંથી નર્સીગ સતાફ ને પણ ડેપ્યુટશન પર સિવિલ બોલાવી લેવાયા છે. માસ્ક અને સ્ટેનિટાઈઝર ની અછત છે. દવા સહિતનો જથ્થો આવી ગયો છે. 100 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તમામ તૈયારી કરી દેવાઈ છે પણ વેન્ટિલેટર વ્યવસ્થા બાકી છે. સ્ટાફ જ માસ્ક વગર કામ કરતો હોય તો 100 બેડની હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓને માસ્ક ક્યાંથી મળશે એ એક પ્રશ્ન છે.

પાલિકાની પણ મદદ જોઈતી હોય તો આપવાની તૈયારી દર્શાવી

સિવિલ હોસ્પિલટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાની અગાઉ જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે ત્યાં વ્યવસ્થા ઉભી કરવી એ અશક્ય હોવાનું જણાવી અસમર્થતા વ્યકત કરવામાં આવી રહી હતી. જોકે, અગાઉ જે વાત અશક્ય લાગતી હતી તે હવે શક્ય થવાં જઈ રહી છે. રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ સ્ટેમસેલ બિલ્ડિંગની મુલાકાત લીધા બાદ 72 કલાકમાં જ ત્યાં કોરોના માટે 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની જરૂર હોય તો નિ:સંકોચ જણાવવા તેમજ પાલિકાની પણ મદદ જોઈતી હોય તો આપવાની તૈયારી દર્શાવી હતી. જેને પગલે અશક્ય લાગતી આ વાત આજે શક્ય થવાં જઈ રહી છે.

કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી

બે દિવસથી આ બિલ્ડિંગમાં યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જેમાં ઓક્સિજન અને આઇસીયુ માટે જરૂરી પાઈપ લાઈન, હોસ્પિટલમાં દર્દીને લઈ જવા માટે રેમ્પ તેમજ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. શહેરીજનો માટે હાલના તબક્કે જ્યારે આ હોસ્પિટલ અત્યંત જરૂરી હોય ત્યારે તેના માટે ખાનગી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે અને કામગીરી માટે મદદરૂપ થઈ રહી છે.

ટોરેન્ટના અધિકારીઓ મોડી રાત્રે દોડી જઈ સપ્લાય ચાલુ કરી આપ્યો

હોસ્પિટલનો પાવર સપ્લાય બંધ હોવાથી ટોરેન્ટ પાવર કંપનીને જાણ કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓ સોમવારે બપોરે સપ્લાય ચાલુ કરવા માટે આવવાના હતા. જોકે લોકોના હિત માટે શક્ય તેટલા વહેલા સપ્લાય શરૂ થાય તે જરૂરી હોવાની જાણ થતા ટોરેન્ટના અધિકારીઓએ રવિવારે મોડી રાત્રે કામગીરી કરી સપ્લાય શરૂ કર્યો હતો.

યુનિક હોસ્પિટલે કોરોનાના દર્દીઓ માટે વિનામૂલ્યે એક્ષ-રે સિટીસ્કેનની સુવિધા આપવા તૈયારી દર્શાવી

કોરોનાના દર્દીઓ માટે શરૂ થઈ રહેલી આ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થનાર દર્દીને નજીકની જ યુનિક હોસ્પિટલ દ્વારા જરૂર પડ્યે એક્ષ-રે, સિટીસ્કેનની સુવિધા વિનામૂલ્યે પુરીપાડવાની તૈયારી દર્શાવી છે.

સિવિલના યુજી, પીજી હોસ્ટેલમાં કોરન્ટાઈન માટે વ્યવસ્થા ઉભી કરવા તજવીજ

કોઓર્ડિનેટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમે ખાલી પડેલા યુજી અને પીજીના હોસ્ટેલ પણ કોરેન્ટાઈન માટે તેમજ બહારથી આવનારા સ્ટાફના રહેવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે. હોસ્પિટલમાં મોટા ભાગની કામગીરી થઈ ગઈ છે. ટુક સમયમાં બેડ ગોઠવવાનું શરૂ કરીએ છીએ 200 થી 225 બેડ સુધીની સુવિધા અહીં અમે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. તેવી જ રીતે વેન્ટિલેટર માટે પણ ઉપર રજુઆત કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular