હિંમતનગર : કોરોના ના કેસમાં દિન પ્રતિદિન વધારો તથા તમામ વેપારી મંડળ દ્વારા લેવાયેલો નિર્ણય..

0
21
 
સાબરકાંઠા કોરોના ના કેસ માં દિનપ્રતિદિન વધારો થતા તાત્કાલિક અસરથી હિંમતનગર વહેપારી એસોસિએશન દ્વારા દુકાનો ચાલુ રાખવા માટે નો સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હિંમતનગર સહિત જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ ની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે હિંમતનગર તમામ વહેપારી મંડળ એ દુકાન સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય લીધો છે જેમાં તમામ વહેપારીઓ અને અલગ-અલગ એસોસિએશન દ્વારા આ નિર્ણયને આવકાર્યો છે ત્યારે હિંમતનગરમાં તમામ વિસ્તારમાં બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ હાલતમાં જોવા મળે છે આવનારા ૧૦ દિવસ માટે આ નિયમ એસોસિએશન દ્વારા લાગુ કરવામાં આવ્યું છે ત્યારે તમામ મંડળો અને એસોસિએશન આ નિર્ણયને સાથ અને સહકાર આપી બપોર બાદ દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બાઈટ 
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here