- Advertisement -
લાખણી : વર્તમાન સરકારે આરોગ્ય સુખાકારી ઉપર વધુ ભાર મુક્યો છે. રાજ્ય ના અંતરિયાળ ગામડાંઓ સુધી આરોગ્ય સેવા પારદર્શક પહોંચે તે હેતુસર સરકાર જરૂર પ્રયત્નશીલ છે ત્યારે સરહદી વાવ તાલુકાના રણની કાંધી ઉપર વિસ્તરેલા ઉંડાણ ના દૈયપ ગામે આજે પણ પીએચસી સેવા ઉપલબ્ધ નથી…
સાપડતી માહિતી મુજબ દૈયપ અંદાજે સાતસો ઘરો ધરાવતું ઉંડાણ નું ગામ છે આજુબાજુ મીઠાવીચારણ મીઠાવીરાણા દૈયપ ધાણી વગેરે ગામો આવેલા છે પરંતુ આઝાદી ના આટલા વર્ષોના વહાણા વાવા છતાં આજેય આરોગ્ય બાબતે મીંડુ છે દૈયપ ગામે આરોગ્ય કેન્દ્ર બનાવવા ની માંગ પ્રબળ બની છે આટલા મોટા ગામ માં સરકારી દવાખાનુ ન હોઈ ગરીબ દર્દી ઓ મફત સારવાર થી વંચિત રહે છે સરકારી દવાખાનાઓ ભોરોલ અને માવસરી છે પરંતુ પંદર પંદર કિમી દુર છે જેથી દર્દી ઓ ને પારાવાર મુશ્કેલી વેઠીને પ્રાઇવેટ વાહનો માં ભાડું ખર્ચી ને સારવાર અર્થે જવું પડે છે અથવા તો પ્રાઇવેટ દવાખાનાઓમાં રીતસર લુટાવુ પડે છે.
ડીલેવરી વાળી બહેનો ને ગામમાં સરકારી દવાખાના ના અભાવે બહાર ભટકવું પડે છે અથવા સરકારી 108 સેવા ને ફોન થી મંગાવી છેક થરાદ પહોંચવું પડે છે ગામમાં પીએચસી દવાખાનુ ન હોઇ વધારે બિમાર કે સીરીયસ દર્દી દુર થરાદ સુધી પહોંચવતા રસ્તામાં જ દમ તોડી દેતા હોય છે.
તો શું આ બાબતે આરોગ્ય તંત્ર ગંભીરતા દાખવશે ખરા…??
અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા