અમદાવાદ : સોલા સિવિલની ઘોર બેદરકારી,પહેલા કહ્યું દિકરાનો જન્મ થયો અને 1 કલાક બાદ ડૉક્ટરે આવીને કહ્યું તમારે તો દિકરી જન્મી!

0
9

અવારનવાર સિવિલની ઘોર બેદરકારી સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે અમદાવાદમાં સોલા સિવિલની બેદરકારી સામે આવી છે. પ્રસુતિ બાદ બાળકોને જ બદલી નાંખ્યા. પહેલા માહિતી આપી કે પુત્રનો જન્મ થયો છે અને માત્ર 1 કલાક બાદ જ કહ્યું કે તમારે તો પુત્રી જન્મી છે.

પરિવારના લોકોનો આરોપ છે કે, ડૉક્ટરે બાળકો બદલ્યા છે. ત્યારબાદ બાળક અને માતાના DNA રિપોર્ટ લેવાયા હતા અને કેસને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતાં તંત્રમાં ફફડાટ મચી ગયો હતો. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ બાદ બાળકો બદલાયા છે.

ઘટના પ્રકાશમાં ત્યારે આવી કે જ્યારે પહેલા ડોક્ટરે પરિવારને માહિતી આપી કે, પુત્રનો જન્મ થયો. પરંતુ માત્ર 1 કલાક બાદ પુત્રી જન્મી હોવાની પરિવારને જાણ કરવામાં આવી. ડોક્ટરે જ બાળકો બદલ્યા હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. હાલમાં બાળક અને માતાના DNA રિપોર્ટ લેવામાં આવ્યા છે. આ કેસ સોલા પોલીસ મથકે પહોંચ્યો અને સોલા પોલીસે જવાબદાર વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here