વિસનગર : રમતા રમતા કબાટમાં સંતાયેલાં બે માસૂમોનાં ગુંગળામણથી મોત

0
34

વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં એક કરૂણાંતિકા સર્જાતા આખું ગામ હિબકે ચડ્યું હતું. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાયો છે. બાળકો રમતા રમતા કબાટમાં સંતાયા હતા આ દરમિયાન કોઇ કારણોસર કબાટ બંધ થઇ જતાં બંને માસૂમોના ગુંગળામણથી મોત થયા હતા.

મળતી વિગત મુજબ, બોકરવાડાના પટેલ દિનેશભાઇ લીલાભાઇનો 10 વર્ષીય પુત્ર સોહન શુક્રવારે સાંજના 4 વાગ્યે ગામમાં પટેલ હર્ષિલકુમાર મનીષભાઇના ઘરે રમવા ગયો હતો. મોડે સુધી ઘરે પરત નહીં આવતાં દિનેશભાઇએ હર્ષિલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે ન હોઇ બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતાં નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને ચારેબાજુ શોધખોળ ચલાવી હતી.

આ દરમિયાન સાંજે પટેલ વિનુભાઇ પ્રભુરામના મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તો બીજી તરફ બેભાન અવસ્થામાં બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ઊંઝા ખાતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે, સોહન અને હર્ષિલ બંને બાળકો રમતાં રમતાં બંધ મકાન આગળ પગરખાં મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં સંતાવવા ગયા હોઇ શકે. જે બાદ કબાટ લોક થઇ જતાં અંદરથી બહાર ન નીકળી શકતાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યા હોઇ શકે છે.

બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, ઘટના સ્થળે જોવા મળેલ લોહીના નિશાન અંગે જણાવ્યું કે, ઓક્સિજન ન મળતાં નસકોરી ફૂટી હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here