રાજકોટ : અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1 અને ગીર સોમનાથ જિલ્લામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ અને બોટાદ માં 1 – 1 નું મોત.

0
4

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. ત્યારે આજે અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં એક અને ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેસરમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં 1 અને બોટાદના બરવાળામાં 1નું મોત નિપજ્યું છે.   હાલ તો આરોગ્ય વિભાગે  પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં આજે 3 કેસ પોઝિટિવ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલાના જીરા-સીમરણ ગામમાં સાહુ-વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રંગપુરમાં 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જેથી અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 કેસ નોંધાયા છે.

જામનગરમાં 2 કેસ પોઝિટિવ નોંધાયો

જામનગરમાં આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જામનગરના લાલપુરના માર્કેટીંગયાર્ડના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ સાથે જ નાનકપુરી રણજીતસાગર રોડ રહેતા 45 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભાવગનરમાં એક કેસ પોઝિટિવ નોંધાયો, 6ને ડિસ્ચાર્જ અપાયો

ભાવનગરમાં આજે એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ઘોઘા સર્કલ શ્રમજીવી અખાડા પાસે રહેતા ઈન્દિરાબેન હસમુખભાઈ કડિયા (ઉં.વ.-60) સર.ટી. હોસ્પિટલમાં દાખલ થતાં તેનું સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ ભાવનગર આઇસોલેશન વોર્ડમાંથી 6 દર્દીઓ રોગ મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તળાજામાં રહેતા દર્શનભાઇ વનરાજસિંહ સરવૈયા (ઉં.વ. 24), કૈલાશબા વનરાજસિંહ સરવૈયા (ઉં.વ. 58), ભાવનગરના ઘોઘારોડ સુમેરૂ ટાઉન શીપમાં રહેતાં ઓધવજીભાઇ ગોરધનભાઇ ધંધૂકીયા (ઉં.વ.55), તળાજામાં રહેતા હિતુબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા (ઉં.વ. 60), ઓરિસ્સા રહેતાં વિકાસકુમાર ગુનાનિધિ તાડ (ઉં. વ. 25) અને સંભાજીનગર થાણે મહારાષ્ટ્ર રહેતાં સૂરજ અનિલકુમાર ગુપ્તા (ઉં.વ. 29) તમામના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ જયાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે.

બોટાદ જિલ્લામાં એક મહિલાનું મોત

બોટાદ જિલ્લાના બરવાળામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાનું ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 84 કેસ  નોંધાયા છે. જેમાંથી 3નાં મોત, 64 ડિસ્ચાર્જ અને 17 દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

ઉનાના દેસરમાં એક કેસ પોઝિટિવ

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મોટા દેસર ગામના 52 વર્ષીય ચંદ્રકાન્ત રમેશ પરમાર નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં છે.

રાજકોટમાં સતત બીજા દિવસે એક મહિલાનું મોત

રાજકોટમાં આજે સતત બીજા દિવસે એક મહિલાનું મોત નિપજ્યું છે. સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતા 55 વર્ષીય રેણુકાબેન જયવંતભાઈ ઝીંઝુવાડીયાનું આજે કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 234 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ રાજકોટના ફુલછાબ ચોક વિસ્તારમાં આવેલ સ્ટાર પ્લાઝા ની તમામ ઓફિસો આજથી ત્રણ દિવસ બંધ રહેશે. ગઈકાલે રાજકોટના ભાવિનભાઈ નિરંજનભાઇ દફતરીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની ઓફિસ સહિત  સ્ટાર પ્લાઝામા આવેલી છે. જેથી તમામ ઓફિસો 3 દિવસ બંધ રહેશે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કવાયત હાથ ધરી

આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.