હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂનું વધ્યું જોખમ : 1000 પક્ષીઓનાં મોત.

0
14

રાજસ્થાન અને મ.પ્ર. બાદ હવે હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂનું જોખમ વધ્યું છે. હિમાચલના પોંગ ડેમ અભયારણ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં 1,000થી વધુ યાયાવર પક્ષીઓના મોત થયા છે. તેમાંથી મોટાભાગના પહાડી વિસ્તારોમાં જોવા મળતા અલભ્ય પ્રજાતિના પક્ષી હતા. યાયાવર પક્ષીઓનાં મોતનું કારણ જાણવા તેમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે.

22 ઓક્ટોબરે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી

રાજસ્થાનના જોધપુર, ઝાલાવડ સહિત 5 જિલ્લામાં તથા ઇન્દોરમાં કાગડા, મોર તથા અન્ય પક્ષીઓના બર્ડ ફ્લૂથી મોત થયા છે. શિયાળામાં દર વર્ષે બર્ડ ફ્લૂના કેસ સામે આવતા હોવાથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગે ગત 22 ઓક્ટોબરે જ તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે માર્ગદર્શિકા જારી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here