રાજકોટ : 23ના મોત-48 પોઝિટિવ, શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5 હજાર નજીક પહોંચી, 1077 સારવાર હેઠળ

0
7

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 23નાં મોત થયા છે. ગઈકાલે 25 લોકોના મોત થયા હોવા છત્તાં સત્તાવાર 1 મોત જ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં આજે 48 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5 હજાર નજીક પહોંચી ગઈ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 4928 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1077 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે 156 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ મનપામાં ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને સર્વેયર સહિત 2નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગ્રીનલેન્ડ ચોકડી પર રાજકોટ આવતા મુસાફરોનું ચેકિંગ

રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ પ્રવેશ દ્વાર નજીક એક ચેકપોસ્ટ રાખવામાં આવી છે. સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે. આજે ગ્રીનલેન્ડ ચોકડી પરથી રાજકોટ આવતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં કોરોના ટેસ્ટ શરૂ

રાજકોટમાં હવે હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં પણ કોરોના ટેસ્ટ આજથી કરવામાં આવશે. કોરોના સુપર સ્પ્રેડર શોધવા માટે રાજકોટ મનપાએ આ નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાંથી વધુ કેસ મળે ત્યાંના સલૂન અને પાર્લર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

ડોક્ટરો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવું પડશે

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ડોક્ટરો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવાનું રહેશે. ના પાડનાર સામે ગુનો નોંધવામાં આવશે. ના પાડનાર સામે એપેડમી એક્ટની કલમ 188 મુજબ ગુનો નોંધાશે.

ઉના ST ડેપોના 4 કર્મચારી કોરોના પોઝિટિવ

કાલે STના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ 4 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુસાફરોમાં ભયનો માહોલ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here