Friday, August 6, 2021
Homeફિલિપિન્સમાં 23 વર્ષની એક એર હોસ્ટેસનું મોત ચર્ચાનો વિષય, સોશિયલ મીડિયા પર...
Array

ફિલિપિન્સમાં 23 વર્ષની એક એર હોસ્ટેસનું મોત ચર્ચાનો વિષય, સોશિયલ મીડિયા પર ન્યાય માટે કેમ્પેન શરૂ

ફિલિપિન્સમાં એક એર હોસ્ટેસનું મોત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. એર હોસ્ટેસ તેના મિત્રો સાથે ન્યૂ યર પાર્ટી મનાવી રહી હતી. ત્યાં તેની સાથે ગેંગરેપ થયો અને અંતે 23 વર્ષની એર હોસ્ટેસનું મોત થઈ ગયું છે. આ સમાચાર ફિલિપિન્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. એ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આ ન્યૂઝ ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. આજે સવારથી ટ્વિટર પર પણ #JusticeForChristineDacera ટ્રેન્ડ થઈ રહ્યું છે.

23 વર્ષની ક્રિસ્ટીન ડેકેરા ફિલિપિન્સમાં એરહોસ્ટેસ હતી. તે 31મી ડિસેમ્બરની રાત્રે તેના મિત્રો સાથે ઉજવણી કરવા એક હોટલમાં રોકાઈ હતી. રાત્રે પાર્ટી થતી હતી ત્યાં સુધી તો બધું ઠીક હતું, પરંતુ સવારે જ્યારે મિત્રો ભાનમાં આવ્યા અને તેમણે ક્રિસ્ટીનને મૃત હાલતમાં જોઈ ત્યારે સૌની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, પોલીસને જ્યારે ક્રિસ્ટીનની લાશ મળી ત્યારે તેના પર ઘણાં નિશાન હતાં. જે તેની સાથે ગેંગરેપ થયો હોવાનો પુરાવો આપી રહ્યા હતા. આ સમગ્ર ઘટના પછી ઘણી અરેરાટી ફેલાઈ ગઈ છે. જોકે ક્રિસ્ટીન જે એરલાઈન્સ કંપનીમાં કામ કરતી હતી ત્યાંથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

પોલીસે અત્યારસુધીમાં આ ઘટનામાં 11 લોકોની ધરપકડ કરી છે, જે દરેક લોકો તે રાત્રે પાર્ટીમાં સામેલ હતા. પોલીસને ક્રિસ્ટીનની માતાએ જણાવ્યું હતું કે તે તેની માતાની મંજૂરી લઈને જ આ પાર્ટીમાં ગઈ હતી અને પાર્ટીમાં એના ફ્રેન્ડ્ઝ હોવાથી તેને આ પાર્ટીમાં જવાની હા પાડી હતી, પરંતુ સવારે તેના મોતના જ સમાચાર મળ્યા.

સોશિયલ મીડિયા પર હોબાળો

હકીકતમાં ક્રિસ્ટીન ડેકેરા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ હતી. સતત દુનિયાના અલગ અલગ દેશોથી અપડેટ કરતી હતી અને તેના ફોલોઅર્સ પણ ઘણા વધારે હતા. આ સંજોગોમાં જ્યારે મકાતીની હોટલમાંથી આવા ન્યૂઝ આવ્યા તો તે સોશિયલ મીડિયા પર તરત વાઈરલ થઈ ગયા. એ ઉપરાંત દુનિયાના વિવિધ ભાગોમાંથી પણ આ મામલે સખત પગલાં લેવાની અપીલ કરવામાં આવી. મંગળવારે સવારે ટ્વિટર ઉપર પણ #JusticeForChristineDacera વર્લ્ડવાઈડ ટ્રેન્ડ થવા લાગ્યું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments