Tuesday, September 21, 2021
Homeગિરનાર પર્વત પર યાત્રા કરવા આવનાર યાત્રી પૈકી મહારાષ્ટ્રના 3 યાત્રિકોના અપમૃત્યુ
Array

ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવનાર યાત્રી પૈકી મહારાષ્ટ્રના 3 યાત્રિકોના અપમૃત્યુ

ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવનાર યાત્રી પૈકી મહારાષ્ટ્રના 3 યાત્રિકોના અપમૃત્યુ થયા છે. 2ના હાર્ટએટેકથી અને એકનું ખાઇમાં પડી જતા મોત થયું છે. ત્રણેયના મૃતદેહને ડોળીવાળાએ ફ્રિમાં નીચે લાવી માનવતા દર્શાવી હતી. આ અંગે ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત આવનાર યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના યાત્રિકો ગિરનાર દર્શન માટે આવ્યા હતા જેમાંથી કમંડળ કુંડ, ગોરખનાથ અને ગૌમુખી ગંગા પાસે 3 યાત્રીકોના અપમૃત્યુ થયા હતા.

જેમાં 2ના હાર્ટએટેકથી અને 1નું ખાઇમાં પડી જતા મોત થયું હતું. બાદમાં ડોળીવાળા જયેશભાઇ ગોહેલ, અજય રાઠોડ, રવિ ગોહેલ, સંજય ગોહેલ, સાગર ધારેચા, ફોરેસ્ટર કર્મી આશિષભાઇ વગેરેએ ડોળી મારફત ત્રણેયને ફ્રિમાં નીચે ઉતારી માનવતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. દરમિયાન ભવનાથ પોલીસે જણાવ્યું હતું કે મરણ જનારમાં ડો. રાજેન્દ્ર કેદારનાથ માલયાણી(ઉ.વ. 62, સંગમનેર મહારાષ્ટ્ર), શ્રીધર મોરોયંત બાગલ (ઉ.વ.72, ગોરેગાંવ, મહારાષ્ટ્ર) અને તુલસીદાસ રામલાલ કાસાર (ઉ.વ. 67, નાસીક, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments