વડોદરા : વધુ 4 દર્દીના મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3069 ઉપર પહોંચી, કુલ 2233 દર્દી રિકવર થયા, 179 દર્દીની હાલત ગંભીર

0
0

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ દર્દીઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

કોરોનાની સારવાર દરમિયાન વધુ 4 દર્દીના મોત

વડોદરાના નવીધરતી રાણાવાસના 56 વર્ષીય વ્યક્તિનું મોત
સલાટવાડા વિસ્તારના 56 વર્ષીય વ્યક્તિનું મોત
ગોરવા સહયોગ વિસ્તારના 75 વર્ષીય વૃદ્ધનું મોત
ધનુબદરીના ખાંચામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા 3069 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 3069 પર પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં કુલ 2233 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 779 એક્ટિવ કેસ છે, જે પૈકી 141 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 600 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારમાં રવિવારે પોઝિટિવ કેસો નોંધાયા

શહેરી વિસ્તાર : રાજમહેલ રોડ, ફતેપુરા, હાથીખાના, તરસાલી, રાવપુરા, VIP રોડ, માંડવી, વાડી, માંજલપુર, તાંદલજા, અકોટા, વિશ્વામિત્રી, હરણી – વારસીયા રિંગ રોડ, ઓલ્ડ પાદરા રોડ, અટલાદરા, ગાજરાવાડી, ગોરવા, પાણીગેટ, દિવાળીપુરા

વડોદરા ગ્રામ્યઃ- ડભોઇ, ભીલાપુર, પાદરા, કરજણ, દોડકા

વડોદરામાં ધન્વંતરી રથમાં 26,551 દર્દીઓને તપાસ્યા

વડોદરા શહેરમાં ધન્વંતરી રથમાં અત્યાર સુધીમાં 26,551 દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જે પૈકી 338 દર્દીને તાવ, 1419 દર્દીને શરદી-ખાંસી થઇ હતી. જ્યારે 184 દર્દીને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here