દહેગામ : શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ પ્રસૂતા નું મોત, પતિ નો આક્ષેપ : ડોક્ટરની બેદરકારી થી થયું મોત,

0
11

 

દહેગામ માં આવેલી શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી પ્રસુતાનો થોડા જ સમયમાં મોત થઇ જતા પ્રસૂતાના પતિ દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેની સાથે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી હતી. અને મૃતક નું પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

                             

 

મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના જેતપુર ગામમાં રહેતા સંદીપ કુમાર પ્રજાપતિ દ્વારા તેમની પત્નીને પ્રસૂતિ માટે દહેગામમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં 19 મે ના રોજ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસ 20 મે ના રોજ બીપી ની તકલીફ થતાં અન્ય એક તબીબને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ. પરંતુ તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતા ક્રિષ્ના હોસ્પિટલના તબીબ અને અન્ય તબીબ દ્વારા શ્રીજી હોસ્પિટલનો રેફરન્સ આપવામાં આવ્યો હતો.

 

 

પરિણામે દર્દીને ગુરુવારે સવારે 10:00 કલાકે ત્યાં લઈ જવાયા હતા. પરંતુ બપોરે બે વાગ્યાના અરસામાં મૃતકના પતિ દ્વારા તેમને મળવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે તબીબે કહ્યું કે, તેમની તબિયત સુધારા ઉપર છે એમ કહીને એક ફોર્મ ઉપર સહી કરાવી લીધી હતી. ત્યારબાદ થોડાક કલાક પછી ડોક્ટર દ્વારા પ્રસૂતા ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઇને મૃતકના પતિ દ્વારા ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેની સાથે જ દહેગામ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી છે. બીજી તરફ શ્રીજી હોસ્પિટલમાં અગાઉ ત્રણ જેટલા દર્દીના ડોકટરની બેદરકારીના કારણે મોત થયા હોવાના આક્ષેપો થયા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર