Tuesday, January 18, 2022
Homeદહેગામ : બે ગામો ની ઘટના : એક યુવક નું કરંટ લાગવાથી...
Array

દહેગામ : બે ગામો ની ઘટના : એક યુવક નું કરંટ લાગવાથી મોત, બીજો યુવક મેશ્વા નદી માં પડ્યો, શોધખોળ ચાલુ

દહેગામ તાલુકાના બે ગામોમાંથી એક યુવક નદીમા ડુબી ગયો અને બીજા ગામના યુવકને કરંટ લાગતા બંનેના પરીવારોમા વ્યાપેલો ભારે શોક નદીમા પડેલા યુવકની શોધખોળ ચાલુ છે હજી સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી  અને અમરાભાઈ મુવાડા ગામે એક વ્યક્તિને રાત્રીના સમયે નવરાત્રીમા કરંટ લાગતા તેનુ મોત થવા પામ્યુ છે અને વાસણા સોગઠી ગામે રહેતા રમેશસિંહ ઉદેસિંહ ચૌહાણ ખેતી કરીને  પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે ગઈ કાલે બપોરના સમયે તેમના પુત્ર નામે કીરણસિંહ ચૌહાણ બપોરના બે વાગ્યાની આસપાસમા ઘરેથી ખેતરમા જવા નીકળ્યો હતો ત્યારે તેના ખેતરની પાસે જ મેશ્વો નદી પસાર થાય છે. અને અચાનક જતા તેનો પગ લપસી પડતા સીધો જ મેશ્વો નદીના ઉંડા ધરામા ઘરકાવ થઈ જવા પામ્યો છે.

 

 

ત્યારે તેના કાકાએ કીરણને પડતો જોતા બુમરાણ કરતા સમગ્ર ગ્રામજનો દોડતા મેશ્વો નદી પાસે આવી ગયા હતા. પરંતુ તેમાંથી કેટલાક તરવૈયાઓ મેશ્વો નદીમા પડીને તેની શોધખોળ આદરી પરંતુ આ યુવાન હજી સુધી નહી મળતા તેના ઘરના સ્વજનોમા ભારે શોક વ્યાપી જવા પામ્યો છે. અને આ યુવાનને શોધવા માટે આખુ ગામ એક બનીને શોધખોળ આદરી રહ્યુ છે. અને મેશ્વો નદીમા દુર દુર સુધી તપાસ કરતા હજી સુધી તેના કોઈ વાવડ નહી મળતા આખા ગામમા ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે.

બાઈટ : અમરસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય, બહીયલ

 

  • એક યુવાન અમરાભાઈના મુવાડા ગામે નવરાત્રીમા લાઈટ ડેકોરેશનની લાઈટો કરતા તેને ઓચીંતો કરંટ લાગી જતા તેનુ મોત થયુ હતુ
  • અને વાસણા સોગઠી ગામે એક યુવાન મેશ્વો નદીમા ડુબી જતા હજી તેનો પત્તો મળવા પામ્યો નથી
  • આમ દહેગામ તાલુકાના વાસણા સોગઠીનો યુવાન મેશ્વો નદીમા લપસી પડતા ગ્રામજનો દ્વારા ગઈ કાલે બપોરના શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજી તેના કોઈ વાવડ મળ્યા નથી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular