વડોદરા : વધુ એક દર્દીનું મોત, કેસનો કુલ આંક 7576 થયો, મૃત્યુઆંક 136, કુલ 5853 દર્દી રિકવર થયા

0
0

વડોદરા શહેરના ડભોઇ રોડ પર રહેતા 56 વર્ષીય વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેમન અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરામાં કોરોના કેસનો કુલ આંક 7576 થયો

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7576 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 136 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 5853 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1587 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન ઉપર અને 59 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1367 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કોરોનાના કેસો નોંધાયા

શહેરઃ-કારેલીબાગ, ગોરવા, વાસણા, મકરપુરા, વાઘોડિયા રોડ, પાણીગેટ, માણેજા, તરસાલી, માંજલપુર, સુભાનપુરા, દાંડિયા બજાર, અકોટા, આજવા રોડ, માંડવી, ગોત્રી, ફતેગંજ, નિઝામપુરા, તાંદલજા, વારસીયા, સમા, લક્ષ્મીપુરા
ગ્રામ્યઃ- સયાજીપુરા, વરણામા, પોર, દશરથ, વેમાલી, સાવલી, શિનોર, કરજણ, પાદરા, ડભોઇ

વડોદરામાં હાલ 3829 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 3829 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3819 લોકો હોમ ક્વોરન્ટીન, 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 3 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1926 કેસ

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7576 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1290, પશ્ચિમ ઝોનમાં 1167, ઉત્તર ઝોનમાં 1926, દક્ષિણ ઝોનમાં 1493, વડોદરા ગ્રામ્યમાં 1666 અને 34 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here