વડોદરા : વધુ એક દર્દીનું મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2087 ઉપર પહોંચી, કુલ 1466 દર્દી રિકવર થયા

0
5

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન પાદરાના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જેમના સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2087 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2087 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 1466 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 571 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 121 દર્દી ઓક્સિજન ઉપર અને 32 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં શુક્રવારે પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં શુક્રવારે ગોરવા, વાઘોડિયા રોડ, તરસાલી, વાડી, ગોત્રી, માંજલપુર, માંડવી, નવીધરતી, મદનઝાપા રોડ, નવાપુરા, રાવપુરા, દંતેશ્વર, આજવા રોડ, ફતેપુરા, નાગરવાડા, સમા અને હરણી રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, ભાયલી અને અંપાડમાં કોરોનાના કેસો નોંધાયા હતા.