વડોદરા : MS યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસરના પી.એ.નું મૃત્યુ, પોઝિટિવ કેસનો કુલ આંક 9045 થયો, કુલ 7489 દર્દી રિકવર થયા

0
2

વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 40થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જે પૈકી MS યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણના પી.એ. ચંદ્રકાંત પાટીલનું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શનિવારના રોજ વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીના પી.એ ચંદ્રકાંત પાટીલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને વિજિલન્સ ઓફિસ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. આજે વહેલી સવારે કોરોના ચંદ્રકાંત પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. MS યુનિવર્સિટીમાં કોરોનાથી પહેલા કર્મચારીનું મૃત્યુ થયું છે. જેને પગલે યુનિવર્સટીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 9045 થયો

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9 હજારને પાર થઇને 9045 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 154 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 7489 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1402 એક્ટિવ કેસ પૈકી 146 દર્દી ઓક્સિજન ઉપર અને 59 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1197 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં બુધવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ નાગરવાડા, વાડી, માણેજા, અકોટા, માંજલપુર, મકરપુરા, સુભાનપુરા, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, VIP રોડ, કારેલીબાગ, સમા, તાંદલજા, તરસાલી, નવાપુરા, ફતેપુરા, શિયાબાગ, ગોત્રી, પાણીગેટ, માંડવી, નવી ધરતી, સોમા તળાવ, આજવા રોડ, વાસણા

ગ્રામ્યઃ પાદરા, વિરોદ, પોર, અણખોલ, દશરથ, કરોડીયા, સાંસરોદ, વલણ, વાઘોડિયા, કરમલ, થુવાવી, કરજણ, સાવલી, ડભોઇ, ભાયલી

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2180 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9045 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1496, પશ્ચિમ ઝોનમાં 1447, ઉત્તર ઝોનમાં 2180, દક્ષિણ ઝોનમાં 1784, વડોદરા ગ્રામ્યમાં 2102 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3786 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 3786 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3781 લોકો હોમ ક્વોરન્ટીન અને 5 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 86,649 લોકો રેડ ઝોનમાં

વડોદરા શહેરમાં અત્યારે 22,239 ઘરમાં 86,649 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 36,612 ઘરમાં 1,23,346 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 43,625 ઘરમાં 1,44,623 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here