બાળકી સાથે ગેંગરેપ કરનારાઓને ફાંસીની સજા, પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ સજાવાયુ, પોલીસે દિવાળીની જેમ…

0
5

મહારાષ્ટ્રના બુલઢાણામાં 1 વર્ષ પહેલા એક બાળકી સાથે ગેંગરેપ થયો હતો. ગુરુવારે આ કેસમાં 2 ગુનેગારોને ફાંસીની સજા બુલઢાણાની વિશેષ જિલ્લા તથા સત્ર ન્યાયાલયે સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ ચિખલી પોલીસ સ્ટેશનના કર્મીઓએ પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ સજાવી ફટાકડા ફોડ્યા હતા.

  • 2 યુવકોએ 9 વર્ષની બાળકી સાથે રેપ કર્યો હતો
  • બાળકી માતા પિતા સાથે સુતેલી હતી. તેનું અપહરણ કરીને…
  • આ માસૂમ પર 2 મોટા ઓપરેશન ઓરંગાબાદમાં કરાવવામાં આવ્યા

હકિકતમાં ચિખલી શહેરમાં 26 એપ્રિલ 2019ની રાતે 2 યુવકોએ 9 વર્ષની બાળકી સાથે રેપ કર્યો હતો. બાળકી માતા પિતા સાથે સુતેલી હતી. તેનું અપહરણ કરીને તેને સુમસામ જગ્યાએ લઈ જઈ ગુનાને આખરી ઓપ આપ્યો હતો.

પીડિતાના પિતાની ફરિયાદ પર સાગર વિશ્વનાથ બોરકર અને નિખિલ શિવાજી ગોલાઈતની વિરુદ્ધ રેપ, પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો.

આ ઘટના બાદ પોલીસે જણાવ્યું હતું કે આ માસૂમ પર 2 મોટા ઓપરેશન ઓરંગાબાદમાં કરાવવામાં આવ્યા હતા. પોલીસે હચમચી ગઈ હતી. મહિલા પોલીસ કર્મીઓ પ્રાર્થના કરી રહી હતી કે આવુ ફરી કોઈ સાથે ન થાય.

આ જઘન્ય અપરાધને પગલે લોકોમાં આક્રોસ હતો. આરોપીઓને પકડવા માટે એક દિવસ શહેર બંધ કરી દેવામાં આવ્યું હતુ. આ ગુનાની છેલ્લી સુનવણી ગુરુવારે હતી. જેમાં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટની બહાર સખત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીની બન્ને તરફ ગુનેગાર

ચિખલી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરે જણાવ્યું કે માસૂમની માતાની હાલત સારી નથી. પોલીસ પરિવારને તમામ શક્ય મદદ કરી રહી છે. કોર્ટ દ્વારા ગુનેગારોને સંભળાવવામાં આવેલી સજાને પગલે પોલીસ કર્મીઓમમાં આનંદનો માહોલ છે. તેમણે પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ સજાવ્યું છે. ફટાકડા ફોડ્યા છે. મનાઈ રહ્યું છે કે ભારતના ઈતિહાસમાં પહેલું એવું પોલીસ સ્ટેશન હશે જેણે ગુનેગારોની સજા પર પોલીસ સ્ટેશનને લાઈટિંગથી સજાવી ફટાકડા ફોડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here