Saturday, September 18, 2021
Homeમૃત્યુ : અસ્થિર મગજના યુવાનનો મૃતદેહ નડિયાદની કેનાલમાંથી મળ્યો
Array

મૃત્યુ : અસ્થિર મગજના યુવાનનો મૃતદેહ નડિયાદની કેનાલમાંથી મળ્યો

મહુધાના અલીણામાં રહેતા અસ્થિર મગજના યુવાનનો મૃતદેહ નડિયાદ પશ્ચિમ વિસ્તારની કેનાલના પાણીમાં મળી આવતા ચકચાર જાગી છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદ પશ્ચિમમાં ઝલક વાળી નહેર પાસે શનિવારની સવારે એક આશાસ્પદ યુવાનનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને કરતાં પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. જે બાદ ફાયરબ્રિગેડની મદદ મેળવી આ તણાઈ આવેલા મૃતદેહને નહેરના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે તેના વાલી વારસોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસની તપાસમાં આ યુવાનનું નામ જીતેન્દ્ર નટવર હરીજન (ઉ. વ. 27, રહે. હરીજનવાસ, અલીણા, તા. મહુધા) હોવાનું ખુલ્યું છે. પરિવારના સભ્યોને બોલાવી ઓળખ પરેડ કરાવતાં આ મરણજનારની ઓળખ છતી થઈ છે. જેમાં મરણજનાર જીતેન્દ્ર પોતે અસ્થિર મગજની બીમારીથી પિડાતો હોઈ ગત 22 જુલાઈના રોજ તેઓ ઘરેથી ગુમ થયા હતા. જીતેન્દ્ર બાઇક (નં. GJ-07-CA-6286)ચલાવીને ઘરેથી કોઈને કહ્યા સિવાય નીકળી ગયા હતા. જે બાદ તેમનુ ઉપરોક્ત બાઇક નડિયાદના ફતેપુરા નહેરના ગરનાળા પાસેથી મળી આવ્યું હતું. આથી પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે તેણે કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે મરણજનાર સગા ભાઈ મુકેશની ફરિયાદના આધારે અપમૃત્યુનો નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments