રાજકોટ : મનપા દ્વારા નિર્ણય લેવાયો : આવતીકાલ ભાઈબીજે સિટી અને BRTS બસમાં મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી.

0
14

ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. આવતીકાલે 17 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરાવવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

ઘણા વર્ષોથી રક્ષાબંધન તથઆ ભાઈબીજે ફ્રીમાં મુસાફરી કરાવામાં આવે છે

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની સવલત આપવામાં આવે છે.

ફ્રી બસ સેવાનો લાભ લેવા મનપાનો અપીલ

આ જ રીતે આવતીકાલે ભાઈબીજ નિમિત્તે તા.17-11-2020ને મંગળવાર રોજ રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓને આવન-જાવન માટે ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here