દીવ, દમણ, દાદરાનગર હવેલી સ્વાસ્થ્ય વિભાગના હેલ્થ સેક્રેટરીનો નિર્ણય, કોરોનાના નોર્મલ ટેસ્ટના 3 હજાર અને ઇમરજન્સીના 4500 રૂપિયા નક્કી કરાયા

0
0

દીવ. કેન્દ્રશાસીત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના સ્વાસ્થ્ય વિભાગના હેલ્થ સેક્રેટરી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટના ભાવ જાહેર કર્યા છે. જેમાં નોર્મલ ટેસ્ટના 3 હજાર અને ઇમરજન્સી ટેસ્ટના 4500 રૂપિયા વસુલવામાં આવશે. ટેસ્ટ રિપોર્ટ માઇક્રો બાયોલોજીકલ લેબ સેલવાસમાં કરવામાં આવશે. દીવ મેડિકલ ઓફિસર કે.વાઈ.સુલ્તાનએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ બાદ જ અમને ખબર પડશે કે વાઇરસનું સંક્રમણ કેટલું છે. નજીકના વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવ્યા છે. આથીદીવમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાંથી દીવ લોકો આવે છે તેના સેમ્પલ લેવાનું ચાલુ છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here