Saturday, April 20, 2024
Homeવડોદરા એસટી વિભાગનો નિર્ણય : અમદાવાદ-સુરત તરફ વાયા વડોદરા જતી STની 850થી...
Array

વડોદરા એસટી વિભાગનો નિર્ણય : અમદાવાદ-સુરત તરફ વાયા વડોદરા જતી STની 850થી વધુ ટ્રીપ રદ.

- Advertisement -

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર દેખાવા લાગી છે. ગુજરાતના અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે સરકારે અમદાવાદમાં 57 કલાકના કફર્યુનું એલાન કર્યું છે. સરકારે લાગુ કરેલા કફર્યુની સીધી અસર એસટી બસ સેવા પર પડી છે. વડોદરા ડિવિઝન પરથી અવરજવર કરતી અંદાજિત 850થી વધુ ટ્રીપોને રદ કરવામાં આવી છે.વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો મેનેજર રમેશ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતમાં જતી તમામ બસો વાયા વડોદરા થઈને જાય છે.

રોજ અંદાજિત 850 જેટલી બસો અંદાજિત 34 હજારથી વધુ મુસાફરો લઈને અવરજવર કરતી હોય છે. જોકે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસોનું સંક્રમણ વધતા અમદાવાદના તંત્રએ 57 કલાકના કફર્યુની જાહેરાત કરી છે. જેની સીધી અસર એસ ટી બસની વ્યવસ્થા પર પણ પડી છે. શુક્રવાર સાંજથી ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ જતી આવતી 850થી વધુ ટ્રીપો રદ્દ કરવામાં આવી છે.

જો કફર્યુ લંબાશે તો ટ્રાન્સપોર્ટેશન ખોરવાશે

વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પિયુષ શર્માના જણાવ્યા અનુસાર અમદાવાદથી વડોદરા રોજબરોજ ટ્રાન્સપોર્ટ મારફતે અંદાજિત 40 જેટલા ટ્રક આવે છે. એક ટ્રકમાં 10થી 12 ટન જેટલો સામાન આવે છે. જેમાં શહેરના પરચુરણ સામાનનો જથ્થો આવતો હોય છે. બીજી તરફ વડોદરાથી અમદાવાદ 25 જેટલા ટ્રક સામાન મોકલવામાં આવે છે. જોકે બે દિવસ સુધીના આ કફર્યુમાં ટ્રાન્સપોર્ટેશનને અસર નહીં થાય. પરંતુ જો કફર્યુ લંબાઈ તો તેની અસર વર્તાઈ શકે.

વડોદરા રેલવે ડિવિઝનને હાલ કોઈ અસર નહીં

અમદાવાદમાં જાહેર કરાયેલા કફર્યુ મુદ્દે પશ્વિમ રેલ્વે વડોદરા ડિવિઝન પર તેની કોઈ અસર જોવા નહીં મળે તેમ રેલ્વે વિભાગના પીઆરઓ ખેમરાજ મીનાએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના પહેલા વાયા વડોદરા 250 જેટલી ટ્રેન દોડતી હતી. પરંતુ હાલમાં માત્ર 70 ટ્રેન દોડે છે. અમદાવાદના કફર્યુ અંગે ઉચ્ચ સ્તરેથી કોઈ સૂચના મળી નથી. આ કફર્યુથી વડોદરા ડિવિઝનને હાલ પૂરતી કોઈ અસર નહીં થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular