Sunday, February 16, 2025
Homeનિર્ણય : સ્ટેટ બેન્કે વ્યાજ દરમાં 0.05%નો ઘટાડો કર્યો, તમામ લોન સસ્તી...
Array

નિર્ણય : સ્ટેટ બેન્કે વ્યાજ દરમાં 0.05%નો ઘટાડો કર્યો, તમામ લોન સસ્તી થશે

- Advertisement -
  • ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યા બાદ સ્ટેટ બેન્કે તમામ લોન પરના વ્યાજ દર ઘટાડ્યા
  • બુધવારથી વ્યાજ દરમાં કરવામાં આવેલો ઘટાડો લાગુ થશેનવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્કે(એસબીઆઈ) મંગળવારે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ ઓછો કર્યા બાદ બેન્કે પોતાની તમામ ગાળાની લોન પર 0.5%નો ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસે લોન મળે છે.બેન્કે નિવેદન બહાર પાડીને કહ્યું કે દર બુધવારથી લાગુ થશે. બેન્કોના જણાવ્યા પ્રમાણે, એક વર્ષના ગાળામાં લોનના ન્યુનતમ વ્યાજ દરને 0.05 ટકા ઘટાડીને 8.40 ટકા કરવામાં આવ્યો છે. એમસીએલઆરમાં આ ઘટાડાને કારણે 10 એપ્રિલ 2019થી હોમ લોન પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

    છ જૂને આરબીઆઈએ રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા કર્યો હતો. આરબીઆઈએ આ વર્ષે રેપો રેટમાં સતત ત્રીજી વાર ઘટાડો કર્યો છે અને આ દરમિયાન કુલ 0.75 ટકાનો ઘટાડો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular