Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : સાવલી : સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય : બપોરે 3 વાગ્યા...
Array

વડોદરા : સાવલી : સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય : બપોરે 3 વાગ્યા પછી વાણિજ્ય વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય કરાયો.

સાવલી પંથકમાં કોરોના મહામારીનો વ્યાપમાં વધારો થતાં જિલ્લા કલેકટરે કોરોના સામે સુરક્ષાના ઉપાય સારવાર વ્યવસ્થાની સમીક્ષા માટે મીટિંગ યોજી હતી. નાગરિક સલામતી માટે સાવલી નગરપાલિકા વિસ્તારમાં વહેપારીઓ સાથે મીટિંગ યોજવા ચીફઓફિસરને સૂચના આપતાં સાવલી નગરપાલિકા ઓફિસમાં વહેપારીઓ સાથે ચર્ચાવિચારણા બાદ આગામી રવીવાર થી 1 અઠવાડિયા માટે દરરોજ બપોરે 3 વાગ્યા પછી વાણિજ્ય વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય કરાયો.

વાણિજ્ય વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય : બાઈટ : જયમીન ચૌધરી, ચીફઓફીસર, સાવલી નગરપાલિકા.

સાવલી પંથકમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની અંગે સાવલીની પ્રાંતકચેરીએ આરોગ્ય વિભાગ અને સ્થાનિક ધારાસભ્ય સાવલી નગરપાલિકા ચીફઓફિસર પ્રમુખ કોર્પોરેટર અગ્રણીઓ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો માલિકો સાથે સમીક્ષા મીટિંગ યોજી હતી. જેમાં કોરોના દર્દીઓની સારવાર વ્યવસ્થા અને સલામતીના પગલાં અંગે મીટિંગ યોજાઈ હતી. જેમાં સાવલી નગરપાલિકા વિસ્તારમાં નાગરિક સલામતીના ભાગ રૂપે નગરના વહેપારીઓ સાથે મીટિંગ યોજવા નગરપાલિકા ચીફઓફિસર ને જિલ્લા કલેકટર એ સૂચન કરતાં સાવલી નગરપાલિકા ઓફિસમાં ચીફઓફિસર નવનિયુક્ત પ્રમુખ કોર્પોરેટર અને વેપારીઓની મીટિંગ યોજાઈ હતી. ચર્ચાવિચારણાને અંતે આગામી રવિવાર તા 11/04/2021 થી 18/04/2021 શુધી 1 અઠવાડિયા માંટે બપોરે 3 વાગ્યે બજારની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેનું નગરપાલિકા દ્વ્રારા નગરજનોની જાણ સારું નગર મધ્યમાં આવેલ જાહેર નોટિસ બોર્ડ પર સૂચના લખાઈ હતી.

 

રિપોર્ટર : ઇકબાલભાઇ, CN24NEWS, સાવલી, વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments