ગુજરાતની નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય

0
7

રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, જણે CCC, CCC + પાસ કરી હોય તેમને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC, CCC + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC + પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિનશૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે.

કોમ્પ્યુટરની કસોટી પાસ કરી હશે તેમને જ લાભ મળશે
ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને પગારવધારાનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ 1-7-2016થી 31-12-2020 દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલી હોવી ફરજિયાત છે.

2016થી 2020ના અંત સુધી પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ
રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે સરકારે આ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને અન્ય કર્મચારીઓ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC કે CCC +ની કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેમને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચ પગારનો લાભ મળશે. જોકે જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31-12-2020 પછી પાસ કરશે તો જે તારીખે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here