Thursday, August 5, 2021
Homeઅમદાવાદ : ગોતા સ્થિત કે.એન.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને 25 ટકા ફી માફી...
Array

અમદાવાદ : ગોતા સ્થિત કે.એન.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને 25 ટકા ફી માફી આપવાનો નિર્ણય

કોરોનાની મહામારીમાં અત્યારે સામાન્ય જનતા આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને પોતાના બાળકો ના શિક્ષણ વિશે ચિંતિત છે ત્યારે ગોતા વિસ્તારમાં આવેલ શ્રીમતી કે.એન.પી.આઈ.એસ. સ્કૂલના સંચાલક બિપિન પટેલે વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરી ઓનલાઈન ફ્રી ( વિનામુલ્યે) શિક્ષણ આપવાનો નિર્ણય કરેલ છે. ત્યાં સુધી કે આ લાભ નવો પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને પણ મળશે.

શાળાના ટ્રસ્ટી બિપિનભાઈ પટેલે આ શાળાના વાલીઓ માટે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે આ શાળામાં C.B.S.E તથા G.S.E.Bમાં ભણતા તમામ બાળકોની 25 % ફી માફ કરવામાં આવશે સાથે સાથે નિયમિત રીતે શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોટ્રેશન ફી લેવામાં નહીં આવે તેવું નક્કી કર્યું છે.

આ ઉપરાંત શાળાના શિક્ષકોને પગાર ચૂકવાનું ચાલુ રાખીને વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે વર્ચ્યુઅલ ટીચિગ દરરોજ સમયસર આપવામાં આવશે અને સાથે સાથે ઍરોબિક્સ, યોગા, ડાન્સ, ડ્રોઈંગ, કરાટે વગેરે પણ ઓનલાઇન ફ્રી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સ્કૂલના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ એન. પટેલ કે જેમણે કોરોનાની મહામારી વખતે અનેક જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ વિતરણ તથા ભોજન વ્યવસ્થા કરેલ અને 100 કુટુંબોને દત્તક લીધા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments