શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સમાં ઘટાડો, નિફ્ટીમાં મામૂલી વધારો

0
6

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેર બજાર સપાટ સ્તરે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 60.76 અંક એટલે કે 0.15 ટકા તૂટીને 40533.04 પર શરૂ થયો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.03 ટકા એટલે કે 3.70 પોઇન્ટના નજીવા વધારા સાથે 11934.65 ના સ્તર પર ખુલ્યો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઈન્ફોસિસ, વિપ્રો, સિપ્લા, એશિયન પેઇન્ટ્સ અને અદાણી પોર્ટ્સના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. બીજી તરફ, એક્સિસ બેંક, ગ્રાસીમ, ગેઇલ, ભારતી એરટેલ અને જેએસડબ્લ્યુ સ્ટીલની શરૂઆત ઘટાડા સાથે થઈ.

જો સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે એફએમસીજી અને આઇટી સિવાયના તમામ ક્ષેત્ર ઘટાડા સાથે ખુલ્યા છે. આમાં ફાર્મા, મીડિયા, પીએસયુ બેંકો, રિયલ્ટી, ફાઇનાન્સ સેવાઓ, મેટલ, ઓટો, બેંકો અને ખાનગી બેન્કો શામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here