વિસાવદર : પ્રેમપરા ગામમાં 8 વર્ષના બાળક પર દીપડાનો હુમલો,

0
15

જૂનાગઢ:વિસાવદરનાં પ્રેમપરા ગામે ગતરાત્રીનાં માતા-પિતાનાં પડખામાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી જતા માતા-પિતા જાગી જતાં દીપડાની પાછળ દોઢસો ફુટ દોડીને પોતાનાં વ્હાલસોયા દિકરાનો જીવ બચાવ્યાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગયેલ. હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વન વિભાગે આ દીપડાને પકડવાની કામગીરીમાં લાગી ગયેલ છે.

બાળકને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો
વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામ નજીકમાં તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયાનો ભરડીયો આવેલ છે. જ્યાં એમપીના કૈલાશ ડાહમા પરિવાર રહે છે. ગતરાત્રીનાં 10.45 કલાકની આસપાસ આ પરિવાર સુઇ ગયેલ. ત્યારે દીપડાએ માતા-પિતાને વચ્ચે સુતો પુત્ર રોહિત (ઉ.વ.8)ને દીપડાએ ગળેથી પકડીને ભાગવા લાગેલ. ત્યારે જ બાળકનાં માતા-પિતા જાગી જતા તેમણે પોતાના વ્હાલસોયા દિકરાનો જીવ બચાવવા દીપડાની પાછળ દોટ મુકેલ અને હાકલા પડકાર કરતા દોઢસો ફુટ જેટલા અંતરે દીપડાએ બાળકને મુકી માતા-પિતા ઉપર હુમલો કરવાની કોશિષ કરી હતી. જેમાં કૈલાશભાઇને નાકનાં ભાગે સામાન્ય નહોર લાગી ગયેલ અને દીપડો ભાગી ગયો હતો.

વન વિભાગે દીપડાના પાંજરે પુરવા કવાયત હાથ ધરી
ઘટનાની જાણ થતાં આજુબાજુમાંથી તેમજ ભરડીયાના માલીક અને તેનો પરિવાર બનાવ સ્થળે પહોંચી ગયેલ અને ભોગ બનનાર રોહિતને તાત્કાલીક વિસાવદરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ તાત્કાલીક વન વિભાગને કરવા છતાં દોઢ કલાક કરતા વધુ સમય બાદ સ્ટાફ ઘટના સ્થળે ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવ સ્થળથી એકાદ કિમી દુર હરિનગર ખાતે તેજ રાત્રીનાં એક વાછરડાનું મારણ દીપડાએ કર્યું હતું. વન વિભાગે બંને જગ્યાઓ ઉપર પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here