બોલિવૂડ-ટીવી ડ્રગ કનેક્શન : દીપિકા પાદુકોણ-સારા અલી ખાન-શ્રદ્ધા કપૂર-નમ્રતા શિરોડકર-રકુલ પ્રીતને NCBનું તેડું

0
26

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. NCB આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવવાની છે, જેમાં સારા અલી ખાન તથા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરને સમન પાઠવવામાં આવ્યું છે. દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ કડીમાં હવે ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો ‘નચ બલિયે’માં જોવા મળ્યા હતા.

NCBએ કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ સમન પાઠવ્યું

NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.

દીપિકા-કરિશ્મા વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ સામે આવ્યા

 • 28 ઓક્ટોબર 2017ની સવારે 10:03 વાગ્યે: દીપિકા કરિશ્માને લખે છે, ‘તારી પાસે માલ છે?’
 • 10:05 વાગ્યે: કરિશ્મા લખે છે, ‘મારી પાસે છે, પણ ઘરે છે. હું બાંદ્રામાં છું.’
 • 10:05 વાગ્યે: આગળ ચેટમાં કરિશ્માએ લખ્યું, ‘શું હું અમિતને કહું, જો તને જોઈએ તો.’
 • 10:07 વાગ્યે: દીપિકા લખે છે, ‘Yes!! Pllleeeeasssee..’
 • 10:08 વાગ્યે: કરિશ્મા લખે છે, ‘અમિત પાસે છે તે ઘરે લઈને આવી રહ્યો છે.’
 • (અમિત કોણ છે તે હજુ સ્પષ્ટ નથી થયું.)
 • 10:12 વાગ્યે: દીપિકા લખે છે, ‘હૈશ ને?’ આગળ ચેટમાં તે લખે છે, ‘વીડ (ગાંજો) નહીં ને?’
 • 10:14 વાગ્યે: કરિશ્મા લખે છે, ‘તું કેટલા વાગ્યે કોકો આવી રહી છે?’ (કોકો કોઈ ક્લબ, રેસ્ટોરાં અથવા કોઈના ઘરનું નામ હોઈ શકે છે.)
 • 10:15 વાગ્યે: દીપિકા લખે છે, ’11:30થી 12 વાગ્યા સુધી.’
 • 10:15 વાગ્યે: દીપિકા આગળ લખે છે, ‘શૈલ કેટલા વગ્યા સુધી ત્યાં પહોંચી જશે?
 • (શૈલ કોણ છે તે સ્પષ્ટ નથી.)
 • કરિશ્માએ લખ્યું કે, ‘મને લાગે છે કે તેણે 11:30 કહ્યું હતું, કારણકે તેને 12 વાગ્યે કોઈ બીજી જગ્યાએ જવાનું હતું.’

અબીગેલ-સનમના ઘરે દરોડા

NCBને અબીગેલ તથા સનમ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. આજે સવારે NCBની એક ટીમે બંનેના ઘરે દરોડા પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ રેડમાં NCBના હાથમાં શું પુરાવા મળ્યા તે સામે આવ્યું નથી. જોકે, આ બંને NCBની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ વાત જ સંકેત આપે છે કે તેઓ ડ્રગ્સ વિવાદમાં ફસાયા છે અને તેમને અનેક સવાલ-જવાબ કરવામાં આવશે.

અબીગેલ સુશાંતની નિકટની મિત્ર હતી

ટીવી એક્ટ્રેસ અબીગેલ પાંડે તથા સુશાંત નિકટના મિત્રો હતા. એક્ટરના મોત બાદ અબીગેલે શોક વ્યક્ત કરતી ભાવુક પોસ્ટ શૅર કરી હતી. ઈન્સ્ટાગ્રામમાં તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જે લોકોને તમે પ્રેમ કરો છો તે તમને ક્યારેય છોડતા નથી. આભાર સુશૂ મને દોસ્તી શીખવવા માટે. જ્યાં સુધી આપણે બીજીવાર નથી મળતા…’

અનેક સ્ટાર્સની પૂછપરછ થશે

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, નમ્રતા શિરોડકર, મધુ મન્ટેનાના નામ સામે આવ્યા છે. મધુ મન્ટેનાની NCBએ પૂછપરછ કરી છે. તો બીજી બાજુ શ્રદ્ધા તથા દીપિકા વિરુદ્ધ NCBને નક્કર પુરાવા મળ્યા છે. NCB પોતાની તપાસ માત્ર સુશાંત કેસ પૂરતી સીમિત રાખવા માગતી નથી.

દીપિકાની મુશ્કેલી વધશે

દીપિકાની વાત કરીએ તો મેનેજર કરિશ્મા તથા તેની વચ્ચેની ચેટ સામે આવી છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મા પાસે ગાંજો મંગાવ્યો હતો. આ ચેટ 2017ની છે. NCB દીપિકાને સમન પાઠવ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવશે. દીપિકા હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here