બેકગ્રાઉન્ડ મોડેલ હતી દીપિકા, હવે સૌથી મોંઘી એક્ટ્રેસ છે

0
11

દીપિકા પાદુકોણ 35 વર્ષની થઈ ગઈ છે. 5 જાન્યુઆરી 1986ના રોજ કોપહેગન (ડેનમાર્ક)માં જન્મેલી દીપિકાએ 2007માં રિલીઝ થયેલી સુપરહિટી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે એક અભિનેત્રી તરીકે 26થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.

બેકગ્રાઉન્ડ મોડેલ હતી દીપિકા…

દીપિકા ભલે આજે ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી એક્ટ્રેસ હોય પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે તે માત્ર બેકગ્રાઉન્ડ મોડેલ હતી. તે સમયે તેને કોઈ ઓળખતું પણ નહોતું. તે દરમિયાન એક ફોટો વાયરલ થયો હતો, જેમાં ફરદીન ખાન શો સ્ટોપર છે અને દીપિકા પાદુકોણ બેકગ્રાઉન્ડ મોડેલ તરીકે તેમની પાછળ જોવા મળી રહી છે. આ ફોટો ફિલ્મ ‘નો એન્ટ્રી’ પછીની એક ઈવેન્ટનો છો, જેમાં દીપિકા બેકગ્રાઉન્ડ મોડલ તરીકે ફરદીનની એકદમ પાછળ જોવા મળી હતી.

મલાઈકાની ભલામણથી મળી ‘ઓમ શાંતિ ઓમ’

‘ઓમ શાંતિ ઓમ’ની ડાયરેક્ટર ફરાહ ખાન પોતાની ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં હતી. તેણે તેની મિત્ર મલાઈકા અરોરા પાસેથી મદદ માગી. ફરાહે મલાઈકાને કહ્યું તે શાહરૂખની અપોઝિટ માટે કોઈ નવી મોડેલનું નામ સૂચવે. જ્યારે મલાઈકાએ આ વાત તેના મિત્ર ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સને જણાવી તો તેણે દીપિકા પાદુકોણને ફિલ્મમાં કાસ્ટ કરવાની સલાહ આપી. દીપિકાએ તે સમયે વેન્ડેલ માટે લેકમે ફેશન વીકમાં વોક કર્યું હતું.

વેન્ડેલ રોડ્રિક્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વિશે કહ્યું હતું કે, “મેં લેકમે ફેશન વીક કલેક્શન બતાવ્યું અને તે દીપિકા માટે ગેમ ચેન્જર સાબિત થયું. ફરાહ ખાને મારી મિત્ર મલાઈકાને શાહરૂખનની અપોઝિટ માટે નવા ચહેરાની સલાહ માગી હતી. તે સમયે ફિલ્મનું વર્કિંગ ટાઈટલ ‘ઓમ શાંતિ ઓમ’ નહોતું. મેં દીપિકાનું નામ સૂચવ્યું, જેને ત્યારે મોડલિંગમાં આવ્યા માત્ર બે વર્ષ થયા હતા. મલાઈકાને દીપિકા પસંદ આવી અને તેણે તેને ફરાહ ખાનને ભલામણ કરી દીધી.

નસીબ અને તકની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

દીપિકા પાદુકોણનું માનવું છે કે, તેને ‘ઓમ શાંતિ ઓમ’ અપાવવામાં કિસ્મત અને તકનો મહત્ત્વનો રોલ રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, “હું મુંબઈ આવી ગઈ, મારા જીવનમાં અનિલ આનંદ હતા, જેમને મને આ દિશામાં ધકેલી. અતુલ કાસ્વેકર (ફોટોગ્રાફર) પહેલા વ્યક્તિ હતા, જેમને મારા માતા-પિતાને કહ્યું કે મારે મુંબઈ આવવું જોઈએ.”

દીપિકાએ આગળ કહ્યું હતું, ફરાહ તે સમયે ઓમ શાંતિ ઓમ બનાવી રહી હતી અને તેને એક ન્યૂકમરની જરૂર હતી. તે કોઈપણ સ્થાપિત અભિનેત્રીને ફિલ્મમાં લઈ શકતી હતી, પરંતુ તેને ન્યૂકમરને પસંદ કરી. તેણે મારી તમામ જાહેરાત જોઈ અને નક્કી કર્યું હું રોલ માટે પરફેક્ટ છું. ત્યારે તે મને ઓળખતી પણ નહોતી. તેને મને જાહેરાતોમાં જોઈ અને શાહરૂખની અપોઝિટ કાસ્ટ કરવાનું રિસ્ક લઈ લીધું.

નેશનલ લેવલની બેડમિંટન પ્લેયર રહી ચૂકી છે

મોડેલિંગમાં આવતા પહેલાં દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણની જેમ બેડમિંટનમાં હાથ અજમારી રહી હતી. તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે, હું નેશનલ લેવલ સુધી બેડમિંટન રમી ચૂકી છું. પરંતુ બાદમાં અહેસાસ થયો કે મારી ઈચ્છા મોડેલિંગ કરવાની છે. તે સમયે ફિલ્મોમાં આવવાનો મારો કોઈ ઇરાદો નહોતો. પરંતુ મોડેલિંગના બે વર્ષ બાદ ફિલ્મોની ઓફર મળવા લાગી ત્યારે મેં બીજે ક્યાંક જવાનો ઈરાદો છોડી દીધો. તે સમયે હું 18 વર્ષની હતી. દીપિકાએ પહેલી ફિલ્મ ‘એશ્વર્યા કન્નડ’માં કરી હતી. જો કે, તેનું માનવું છે કે, આ અગાઉ તેને ‘ઓમ શાંતિ ઓમ’ ઓફર થઈ ગઈ હતી.

હવે સૌથી મોંઘી એક્ટ્રેસ છે દીપિકા

દીપિકા પાદુકોણ આ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ‘પદ્માવત’ની સક્સેસ બાદ દીપિકાએ પોતાની ફી વધારી દીધી છે. ભણસાલીની ‘પદ્માવત’ માટે દીપિકાને 11 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે, હવે દીપિકા એક ફિલ્મ માટે 12થી 14 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ ’83’ માટે તેને 13 કરોડની ફી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here