NCB સામે દીપિકાનું ઈમોશનલ કાર્ડ : પૂછપરછ દરમ્યાન ત્રણ વખત દીપિકા પાદુકોણ રડી, અધિકારીઓએ હાથ જોડીને કહ્યું- સત્ય જણાવશો તો વધુ સારું રહેશે

0
5

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ શનિવારે દીપિકા પાદુકોણની અંદાજે 6 કલાક સુધી પૂછપરછ કરી. રિપોર્ટ્સ મુજબ દીપિકા સવાલ જવાબ દરમ્યાન ત્રણ વાર રડી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે દરમ્યાન NCBના અધિકારીઓએ તેને ઈમોશનલ કાર્ડ પ્લે ન કરવાની સલાહ આપી હતી.

અધિકારીઓએ દીપિકાને હાથ જોડ્યા

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, દીપિકાની આંખમાં આંસુ જોઈને NCB ના અધિકારીઓએ તેમના હાથ જોડી દીધા. સાથે જ તેને કહ્યું કે ઈમોશનલ કાર્ડ યુઝ કરવાને બદલે બધું સત્ય જણાવી દે એ જ તેના માટે વધુ સારું રહેશે.

દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત માની

રિપોર્ટ્સ મુજબ NCBની પૂછપરછમાં દીપિકા પાદુકકોણે ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે. જોકે,તેણે પોતે ડ્રગ્સ લેવાની વાત નકારી દીધી છે. દીપિકાએ NCBને જણાવ્યું કે તેનું આખું ગ્રુપ ડૂબ લે છે તે એક ખાસ પ્રકારની સિગરેટ છે. તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે.

શનિવારે દીપિકાએ NCBને પૂછપરછ માટે 10 વાગ્યે બોલાવી હતી, પરંતુ તે અંદાજે 9:50 વાગ્યે પહોંચી ગઈ હતી.
શનિવારે દીપિકાએ NCBને પૂછપરછ માટે 10 વાગ્યે બોલાવી હતી, પરંતુ તે અંદાજે 9:50 વાગ્યે પહોંચી ગઈ હતી.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NCB એ જ્યારે દીપિકા પાદુકોણને ચેટમાં યુઝ થયેલા શબ્દો વીડ અને હશીશ વિશે પૂછ્યું તો તેણે સ્પષ્ટ જવાબ ન આપ્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ડૂબ લે છે, તેમાં શું ડ્રગ્સ પણ હોય છે તો એક્ટ્રેસે કોઈ જવાબ આપ્યો ન હતો. એક્ટ્રેસના ઘણા જવાબથી NCBના અધિકારીઓ સંતુષ્ટ ન થયા.

દીપિકાના બે ફોન જપ્ત કરવામાં આવ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે દીપિકા NCB ઓફિસ પહોંચી ત્યારબાદ અધિકારીઓએ સૌથી પહેલા તેને આરોપો વિશે જણાવ્યું. ડેટા બેકઅપ લેવા માટે તેના 2 મોબાઈલ ફોન લેવામાં આવ્યા. તેને કહેવામાં આવ્યું કે તે આ કેસમાં કોઈ શંકાસ્પદ કે આરોપી સાથે વાત નહીં કરે. ત્યારબાદ એક અન્ડરટેકિંગ પર સાઈન લેવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે પૂછપરછ 3 ફેઝમાં કરવામાં આવશે તેના માટે 3-4 રાઉન્ડ થઇ શકે છે.

દીપિકાનું નામ ડ્રગ્સ કેસમાં કઈ રીતે આવ્યું?

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી NCBને ત્રણ વર્ષ જૂની વોટ્સએપ ગ્રુપ ચેટ મળી હતી. 28 ઓક્ટોબર 2017ના રોજની ચેટમાં દીપિકા, તેની મેનેજર કરિશ્મા પ્રકાશ અને સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહા વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઇ હતી.

ચેટમાં દીપિકાએ ‘હૈશ’ અને ‘વીડ’ જેવા શબ્દો યુઝ કરીને કરિશ્માને પૂછ્યું હતું કે માલ છે શું? ત્યારબાદ દીપિકા અને કરિશ્માને સમન્સ મોકલવામાં આવ્યા હતા. કરિશ્માએ NCB ને જણાવ્યું કે આ વોટ્સએપ ગ્રુપની એડમીન ખુદ દીપિકા હતી.

કોર્ટમાં સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવશે

શનિવારે NCBએ દીપિકા સિવાય સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરી. તેના એક દિવસ પહેલાં એજન્સીએ રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરી. NCBના ડેપ્યુટી ડિરેક્ટર એમ.એ. જૈનનું કહેવું છે કે પૂછપરછ દરમ્યાન તેમણે જેટલા પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે તે કોર્ટમાં સબમિટ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, ડ્રગ્સ એન્ગલમાં અત્યારસુધી 18-19 લોકોની ધરપકડ થઇ ચૂકી છે.