- Advertisement -
વર્તમાન સમયમાં શિક્ષણનું ખૂબ મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ થઈ ગઈ છે. ત્યારે અલગ અલગ સમાજ દ્વારા સમાજ ના લોકો ભેગા થાય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ડીસા ખાતે આવે નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ ડીસાદ્વારા ૧૭ વાર્ષિક સાધારણ સભા તેમજ ઇનામ વિતરણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખૂલ્લો મુક્યો હતો.
કાર્યક્રમ ની શરૂઆત માં પધારેલ સૌ મહેમાનો નું સાલ અને ફુલમાલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે બાદ અશોક ગિરિ બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો દ્વારા પણ પ્રવચન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ ધોરણ ૦૧ થી કોલેજ ના વિદ્યાર્થીઓ ભાઈ ઓ અને બહેનો ને ચોપડા અને બેગ આપી પ્રોત્સાહીત કર્યા હતા.ત્યાર બાદ સૌ ને સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભા અને ઈનામ વિતરણ કાર્યક્રમ સમાજ ના સૌ આગેવાનો તેમજ નાઈ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા